કોઇપણ વ્યકિતની અરજી ઉપરથી વધારાની પોલીસ રોકવા બાબત - કલમ:૪૭

કોઇપણ વ્યકિતની અરજી ઉપરથી વધારાની પોલીસ રોકવા બાબત

વધારાની પોલીસ કામે રોકવા અંગે એવી વધારાની પોલીસ અંગેનો ખર્ચ વસુલાત અંગે અને હુલ્લડના વળતર આકારણી અને વસુલાત અંગે

(૧) પોલીસ કમિશ્નર કે જિલ્લા સુપ્રિન્ટન્ડન્ટ તેના તાબા નીચેના કોઇપણ જગ્યાએ વધારાની પોલીસ કોઇપણ જગ્યાએ શાંતિ જાળવવા વ્યવસ્થા રાખવા કે કોઇપણ ચોકકસ વગૅ કે વર્ગોના ગુનાઓ અંગે આ અથવા બીજા કાયદાથી જોગવાઇ અમલી બનાવવા માટે કે પોલીસની બીજી કોઇ ફરજોની બજવણી માટે વધારાની પોલીસ મોકલવા માટે કોઇપણ વ્યકિત અરજી કરે ત્યારે તેઓ વધારાની પોલીસ મોકલી શકશે

(૨) આવી અરજી કરનાર વ્યકિતના ખર્ચે વધારાની પોલીસ રોકવામાં આવશે પણ તે પોલીસ અધીકારીના હુકમ મુજબ રહેશે અને નિમણુક કરનાર અધિકારીને યોગ્ય લાગે તેટલી મુદત માટે તે રાખવામાં આવશે

(૩) જે વ્યકિતની અરજી ઉપરથી આવી વધારાની પોલીસ રોકવામાં આવેલ હોય તેવી વ્યકિત જે નીમનાર અધિકારીને આવી વધારાની પોલીસ રોકવા માટે અરજી કરી હોય તે નીમનાર અધીકારીને આ પોલીસ ઉઠાવી લેવા અંગે કોઇપણ સમયે લેખિત વિનંતી કષૅથી આવી વિનંતી પહોચ્યાની તારીખથી એક માસ કરતા વધુ નહી એવી રાજય સરકાર કે યોગ્ય અધિકારી ઠરાવે તેવી મુદત પુરી થયા બાદ તે વધારાના પોલીસનો ખચૅ તે વ્યકિતને માથેથી ઉતરશે