મોટા બાંધકામના સ્થળે વધારાની પોલીસ રોકવા અંગે
(૧) રાજય સરકાર કે યોગ્ય અધિકારીની નજરમાં એમ આવે કે
(એ) કોઇ ખોટુ કામ ચાલતુ હોય કે ચાલુ હોય સાવૅજનિક આનંદપ્રમોદને કારણે રાહદારીમાં હરકત આવશે મોટા પ્રમાણમાં લોકો ત્યાં ભેગા થવાનો સંભવ છે અથવા
(બી) કોઇ જગ્યાએ બંધાતી હોય કે ચાલુ રેલ્વે હોય નહેર કે બીજા સાવૅજનિક કામ ઉપર કામે રોકાયેલ વ્યકિતઓની વતૅણુકથી કે તેઓ અમુક રીતે વતૅશે તેવા વ્યાજબી રીતે ભય લાગતો હોય તેવી જગ્યાએ વધારાની પોલીસ રાખવાની જરૂર છે ત્યારે રાજય સરકાર યોગ્ય અધિકારી પોતાની યોગ્ય લાગે તેટલી વધારાની પોલીસ તે જગ્યાએ મોકલાવી શકશે અને તેવી પોલીસ જેટલા દિવસ સુધી ત્યાં રાખવાની પોતાને જરૂરીયાત જણાયે તેટલા દિવસ સુધી ત્યાં રાખી શકશે
(૨) આવી વધારાની પોલીસ જે વ્યકિત તે કામ આનંદ પ્રમોદની જગ્યા કારખાનુ કે વેપારી સંસ્થા બંધાવતી હોય ચલાવતી હોય કે રાખતી હોય તે વ્યકિતના ખચૅ રોકવામાં આવશે અને આવા ખર્ચે રાજય સરકાર કે યોગ્ય અધીકારી સમય પ્રમાણે અધિકારી સમય પ્રમાણે કરાવે તેવા દર આપવાનો રહેશે
Copyright©2023 - HelpLaw