
ગેરકાયદે મંડળીના નુકશાનની વસુલાત જવાબદારી નકકી કરવી વિગેરે અંગે
(૧) જયારે કોઇ ગેરકાયદે મંડળીનો સામાન્ય હેતુ પાર પાડવા માટે કરેલ કોઇપણ કૃત્યથી કોઇ મિલકતને નુકશાન કે હાનિ થયુ હોય કે જયારે કોઇ વ્યકિત કે વ્યકિતઓનુ મરણ થયુ હોય તેને કે તેમને મહાવ્યથા થઇ હોય ત્યારે રાજય સરકાર રાજપત્રમાં જાહેરનામુ પ્રસિધ્ધ કરીને નીચે જણાવેલ નિદિષ્ટ કરી શકશે
(એ) તેમના મત પ્રમાણે જે હુલ્લડ તોફાનવાળા વિસ્તારમં આવી ગેરકાયદે મંડળી ભરવામાં આવી હોય તે વિસ્તાર
(બી) જે તારીખે જે મુદત દરમ્યાન એવી ગેરકાયદે મંડળી ભરવામાં આવી હોય તે તારીખ અથવા મુદત
(૨) પેટા કલમ (૧)ના ખંડો (એ) અને (બી) મુજબનો રાજય સરકારનો નિણૅય અંતિમ રહેશે
(૩) પેટા કલમ (૧) મુજબ જાહેરનામુ બહાર પાડયા પછી ઉપર જણાવેલ મુજબ નુકશાન હાનિ મરણ મહાવ્યથા સબંધે કોઇ વ્યકિત કે વ્યકિતઓને પોતાના મત પ્રમાણે પોતાને જરૂર લાગે તેવી તપાસ બાદ કેટલી રકમની
નુકશાનીનુ વળતર ચુકવવુ તે રાજય સરકારની પુવૅ મંજુરી લઇને જિલ્લા મેજિસ્ટ્રેટ ઠરાવી શકશે આવા નુકશાની વળતરની રકમ આ કલમ અન્વયે નાખાવામાં આવેલા કર તરીકે રહેશે અને હવે પછી જણાવેલ પેટા કલમમાં જણાવ્યા મુજબ વસુલાત કરવામાં આવશે (૪) જિલ્લા મેજિસ્ટ્રેટ
(એ) કોર્પોરેશનની હદમાંના કોઇ હુલ્લડ અને તોફાનવાળા વિસ્તારમાં મ્યુનિ. કમિશ્નરને કલેકટરને બીજા કોઇ અધિકારીને
(બી) મ્યુનિસિપાલીટીની હદમાના કોઇ હુલ્લડ અને તોફાનવાળા વિસ્તારમાં મ્યુનિસિપાલીટીને કલેકટરને કે બીજા કોઇ અધિકારીને (સી) ખંડો - ક અને ખ માં નકકી કરેલ વિસ્તારની બહારના કોઇ વિસ્તારવાળા વિસ્તાર અંગે કલેકટર કે બીજા કોઇ અધિકારીને પેટા કલમ (૩) મુજબ નકકી કરવામાં આવેલી નુકશાનીના વળતરની રકમ કરી છે તે સમગ્ર રીતે કે તેનો ભાગ વસુલાત કરવાનુ અને જયાં મ્યુનિસિપલ કમિશ્નર ને કે મ્યુનિસિપાલીટીને એવી રકમ વસુલ કરવાનુ ફરમાવવામાં આવ્યુ હોય ત્યાં નુકશાનના વળતરની રકમના ૩ ટકા કરતા વધારે નહિ હોય તેટલી વધારાની રકમને મ્યુનિસિપાલીટીનો વસુલાત ખચૅ સામાન્ય રીતે હુલ્લડ તોફાનવાળા વિસ્તારના રહેવાસી હોય તેવી કરીને તેવા વિસ્તારમાંની તેવી વ્યકિતઓ કોઇ ખાસ વિભાગોને કે વગો પાસેથી અથવા તેના વગૅ કે વગો પાસેથી જિલ્લા મેજિસ્ટ્રેટ ફરમાવે તેટલા પ્રમાણમાં વસુલ કરવાનુ ફરમાવી શકશે
(૫) (૧) (જિલ્લા મેજિસ્ટ્રેટ) મ્યુનિસિપલ કમિશ્નરને અથવા સબંધ ધરાવતી મ્યુનિસિપાલિટીને નુકશાનની વળતરની રકમ અને મ્યુનિસિપાલિટીને નુકશાનીના વળતરની રકમ અને મ્યુનિસિપાલિટીનો વસુલાત ખચૅ દંગાફિસાદવાળા વિસ્તારના ઉપર નાખવામાં આવે કે તેની પાસેથી લેવામાં આવે તેવા સામાન્ય કર અથવા મિલકતવેરામાં વધારો કરીને વસુલ કરવાનુ ફરમાવી શકશે આ પેટા કલમ મુજબ સામાન્ય કર અથવા મિલકત વેરા પરનો દરેક વધારો તે આપવાને જવાબદાર હોય તેવી દરેક વ્યકિત પાસેથી તેની પાસે સામાન્ય કર અથવ મિલકત વેરો લેણો હોય એવી રીતે મ્યુનિસિપલ કમિશનરે અથવા સબંધ ધરાવતી મ્યુનિસિપાલિટીએ વસુલ કરવો તેવા કોઇ પણ વધારાને જાણે કે સબંધ ધરાવતા મ્યુનિસિપલ અધિનિયમ મુજબ નાખવામાં આવેલો સામાન્ય કર કે મિલકત વેરાનો ભાગ હોય તેમ સબંધ ધરાવતા મ્યુનિસિપલ અધિનિયમમાં જોગવાઇઓ લાગુ પાડવી તેવા વધારને અગાઉ જણાવેલા વિસરમાની મિલકતો ઉપરના સામાન્ય કર કે મિલકત વેરા સાથે બોજા તરીકે ગણવો
(૨) (જિલ્લા મેજિસ્ટ્રેટ) મ્યુનિસિપલ કમિશનરને અથવા સબંધ ધરાવતી મ્યુનિસિપાલિટી ને તે ફરમાવે તેવી રીતે નુકશાનીના વળતરની રકમ અને મ્યુનિસિપાલિટી વસુલત ખચૅ પેટા કલમ (૪) મુજબ તે માટે જવાબદાર હોય તેવી દરેક વ્યકિત પાસેથી વસુલ કરવાનુ ફરમાવી શકશે
(૬) જયારે મ્યુનિસિપલ કમિશનર અથવા કોઇ મ્યુનિસિપાલિટી તેવો કર નાખવામાં તથા લેવામાં અથવા તેવી રીતે વસુલ કરે ત્યારે રાજય સરકાર કલેકટરને તેવો કર નાખવાનુ તથા લેવાનુ અથવા તેવી રીતે વસુલ કરવાનુ ફરમાવી શકશે
(૭) આ કલમ મુજબ કલેકટરે અથવા બીજા અધિકારીએ વસુલ કરવાની દરેક રકમ તે માટે જવાબદાર વ્યકિત પાસેથી જાણે કે તે જમીન મહેસુલની બાકી હોય તે રીતે વસુલ કરવાની રહેશે
(૮) આ અધિનિયમ અમલમાં આવ્યા પહેલા અથવા ત્યારબાદ પેટા કલમ (૫) અથવા (૭) મુજબ મ્યુનિસિપાલ કમિશનરે અથવા મ્યુનિસિપાલિટીએ વસુલ કરેલ કુલ રકમમાંથી મ્યુનિસિપાલિટીના વસુલાત ખચૅની ભાગે આવતી રકમ બાદ કરવી અને ૨ (જિલ્લા મેજિસ્ટ્રેટ) પેટા (૩) મુજબ નકકી કરેલી નુકશાનીનુ વળતરની રકમ વધારે ન હોય તેટલી રકમ નુકશાનીનુ વળતર મેળવવા હકદાર હોય તેવી વ્યકિતઓને નુકશાનીનુ વળતર આપવા સારૂ તેને ભરપાઇ કરવી
(૯)જિલ્લા મેજિસ્ટ્રેટ આદેશ કરીને નુકશાની વળતરની રકમનો કોઇ ભાગ આપવા અંગેની જવાબદારીમાંથી કોઇપણ વ્યકિતને મુકિત આપે તો તે કાયદેસર ગણાશે
(૧૦) રાજય સરકાર (એ) પોતાની મરજીથી અથવા (બી) જો જિલ્લા મેજિસ્ટ્રેટ કોઇપણ વ્યકિત તે મુકત રાખવાની ના પાડે તો આવા હુકમની તારીખથી ત્રીસ દિવસની મુદત અંદર જે વ્યકિતએ અરજી કરી હોય તો તેવો હુકમ રાજય સરકાર રદ કરી શકશે તે તેમા સુધારો વધારો કરી શકશે
સ્પષ્ટીકરણઃ- આ કલમમાં રહેવાસીઓએ એ સંજ્ઞા કોઇ દંગાફિસાદવાળા વિસ્તારના સબંધમાં વપરાય ત્યારે તે સંજ્ઞામાં જે વ્યકિતઓ પોતે અથવા પોતાના એજન્ટોની અથવા નોકરોની મારફત એવા વિસ્તારમાં જમીન અથવા બીજી સ્થાવર મિલકતનો ભોગવટો કરતી હોય તેની માલિકી ધરાવતી હોય તથા જે જમીનદાર પોતે અથવા પોતાના એજન્ટો કે નોકરોની મારફત તેવા વિસ્તારમાં જમીનનો ભોગવટો કરનારા કે તેની માલિકી ધરાવનારા
Copyright©2023 - HelpLaw