જિલ્લા મેજીસ્ટ્રેટ વળતર અપાવે કે વહેચી આપે તે અંગે
(૧)રાજય સરકારની અગાઉથી મંજુરી લીધા બાદ જિલ્લા મેજીસ્ટ્રેટે આ કાયદાની કલમ-૫૧ની પેટા કલમ ૩ થી ૮ અનુસાર વળતરની રકમ તરીકે વસુલાત કરેલા તમામ કે કોઇપણ નાણા ઉપરોકત જણાવેલી નુકશાની કે હાનિ મરણ કે ગંભીર વ્યથાના સબંધે તે જે તે વળતર અંગે હકદાર ગણતા હોય તેવી વ્યકિતને કે તેવી તમામ કે કોઇ વ્યકિતને અપાવે કે વહેચી આપે તો તે કાયદેસરનુ ગણાવા બાબત
(૨) આ કાયદાની કલમ-૫૧ ની પેટા કલમ (૧) અનુસાર રાજય સરકારે બહાર પાડેલા જાહેરનામાની તારીખથી પિસ્તાળીસ દિવસની અંદર દાવેદારનો દાવો દાખલ કરવામાં આવે તે સિવાય અને જિલ્લા મેજીસ્ટ્રેટને એવી ખાતરી થાય કે વળતર મેળવવા દાવેદાર વ્યકિત કે કોઇ વ્યકિત અવશાનના સબંધે એવો દાવો કરવામાં આવ્યો હોય તો તે વ્યકિત પણ પોતે ઉપર મુજબ જણાવેલી હાનિ નુકશાન મરણ કે ગંભીર વ્યથાના જે બનાવોને પરિણામે ઉત્પન્ન થયા હોય તે બનાવોના સબંધે દોષમુકત છે તે સિવાય આ કલમ મુજબ કોઇ વળતર આપવાનુ રહેશે નહિ
(૩) આ કાયદાની જોગવાઇ મુજબ અવશાન કે ગંભીર વ્યથા માટે આ કાયદાની કલમ ૫૧ પ્રમાણે કોઇ વ્યકિત હકદાર હોય તે સિવાયની અન્ય કોઇપણ વ્યકિત કોઇપણ રીતે કોઇ કાયદાનુસાર નામે કરી આપી શકશે નહિ કે તેની ઉપર કોઇ બોજો કે જપ્ત કરી શકાશે નહિ કે બીજાને લે આપી શકાશે નહિ કે તેની સાથે કોઇપણ પ્રકારના દાવા માટે શકાશે નહિ.
(૪) આ કલમ કે આ અગાઉની કલમ મુજબ જિલ્લા મેજીસ્ટ્રેટે કરેલા દરેક ફરમાન અને હુકમ રાજય સરકારની ફરી વિચારણાને આધીન રહેશે પરંતુ ઉપર જણાવ્યા પ્રમાણે હોય તે સિવાય આખરી ગણાશે
(૫) આ કલમ આધારે જેને માટે વળતર આપવામાં આવ્યુ હોય તેવી કોઇ બીજા કે નુકશાન માટે કોઇ દિવાની અદાલતમાં દિવાની દાવો ચલાવી શકાશે નહિ
Copyright©2023 - HelpLaw