
વધારાની પોલીસના ખર્ચેની યોગ્ય વસુલાત એન ગેરકાયદેસર મંડળીએ કરેલ નુકશાની વળતર અંગે
(૧) મુંબઇ ભાડા હોટેલ અને રહેઠાણ દર નિયંત્રણ કાયદા ૧૯૪૭
માં કે કોઇ વિસ્તારમા અમલી હોય તે છતા જયારે આ કાયદાની કલમ-૫૦ અને ૫૧ની જોગવાઇઓ પ્રમાણે અને પ્રસંગ પ્રમાણે મ્યુ. કમિશ્નરને મ્યુનિસિપાલિટીને અથવા કલેકટરને આ કાયદાની કલમ ૫૦ની પેટા કલમ ૩માં જણાવ્યા મુજબ વધારાની રકમ સહિત વધારાનો પોલીસ ખચૅ કે વળતરની રકમ અને મ્યુનિસિપાલિટી વસુલાત ખચૅ જેને હુલ્લડ વેરો તરીકે ગણ્યો છે તે સામાન્ય વેરો અથવા મિલકત વેરામાં વધારો કરીને વસુલ કરવાનુ ફરમાવ્યુ હોય ત્યારે કોઇ જગ્યાના સબંધે જે માલિક પાસેથી વધારાના ખચૅનો અથવા હુલ્લડ વેરાનો કોઇ ભાગની વસુલાત કરવામાં આવી હોય તે માલિકને આ કાયદાની કલમ ૫૦ની પેટા કલમ (૧) અનુસાર નકકી કરેલી મુદત દરમ્યાન અથવા કલમ ૫૧ની પેટા કલમ (૧)ના ખંડ (બી) મુજબ નિર્દિષ્ટ કરેલી તારીખે કે મુદતના મોટાભાગ દરમ્યાન તે જગ્યાના ભોગવટેદાર ભાડવાતોથી પેટા કલમ –(૨) માં જણાવેલી રીતે તેવા ભાડાના ૭૫ ટકા વસુલાત કરવાનો હકક રહેશે
(૨) પેટા કલમ – ૧માં જણાવેલી અને તેમાં જણાવેલ ભાડાવાતો પાસેથી વસુલાતની રકમ તે ભાડવત ભોગવટદાર હોય તે જગ્યા માટે તેણે ભરવા પાત્ર ભાડાના દરની રકમ આખી જગ્યા ભાડે આપી હોય તો તે વસુલ કરવા પાત્ર કુલ ભાડાની રકમ સાથે જે પ્રમાણે ધરાવતી હોય તે પ્રમાણે રહેશે અને તે ભાડવાત પાસેથી ઓછામાં ઓછા ચાર સરખા હપ્તાઓમાં વસુલાત કરવા પાત્ર રહેશે
ટોળીઓ વિખેરવા બાબત કેટલાક ગુના માટે ગુનેગાર ઠેરવી વ્યકિતઓને કાઢી મુકવા બાબત.
Copyright©2023 - HelpLaw