
ટોળા કે મંડળી વિખેરી નાખવા અંગે
આ કાયદાની કલમ – ૭ મુજબ કમિશ્નરની નિમણુક કરવામાં આવી હોય તેવા વિસ્તારમાં કમિશ્નર અને કોઇ જિલ્લામાં જિલ્લા મેજીસ્ટ્રેટને કે આ અથૅ રાજય સરકારે ખાસ અધિકારો આપેલા પેટા વિભાગીય મેજીસ્ટ્રેટને કે જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટને જયારે એમ લાગે કે તેના તાબા નીચેના વિસ્તારમાં કોઇ લોકોની ટોળી કે મંડળીની અવરજવરની કે તેના મુકામ કરવાથી તે ટોળી કે મંડળી કે તેના સભ્યો ગેરકાયદેસર રીતે આશયો સેવી રહયા હોવાનો ભય કે ડર અથવા વ્યાજબી સંશય ઉભો થાય કે થવા સંભવ હોય ત્યારે તેવા અધિકારીને એવી ટોળી કે મંડળીની જે વ્યકિતઓ આગેવાન કે મુખ્ય વ્યકિત લાગતી હોય તેવી વ્યકિતઓને સંબોધીને જાહેરનામુ બહાર પાડીને તથા તેવા અધિકારીને યોગ્ય જણાય તે રીતે થાળી પિટાવીને બીજી રીતે જાહેરાત કરીને કે મંડળી કે ટોળીના સભ્યોને હિસ્સો અને ભય અટકાવવાના હેતુસર જરૂરી જણાય તે રીતે વતૅવાનુ અથવા વિખેરાય જવાનુ એન તેવા અધિકારીની હુકમતની સ્થાનિક હદની વિતારના કે તેને અડીને આવેલ વિસ્તાર કોઇ અને કોઇપણ જિલ્લાઓ કે તેમના કોઇ ભાગની બહાર તે અધિકારી નકકી કરે તેટલા સમયમાં તેઓમાંના દરેકે જતા રહેવાનુ અને તેઓમાના દરેકને જે વિસ્તાર કે તેને અડીને આવેલા જે વિસ્તારમાંથી અને જિલ્લા કે તેના કોઇ ભાગ કે સ્થળમાંથી જતા રહેવાનુ ફરમાવવામાં આવ્યુ તે વિસ્તારમાં દાખલ નહિ થવાનુ કે તે સ્થળેથી પાછા નહિ ફરવાનુ ફરમાવી શકશે
Copyright©2023 - HelpLaw