ગુના કરવાની તૈયારીમાં હોય તેને દુર કરવા અંગે - કલમઃ ૫૬

ગુના કરવાની તૈયારીમાં હોય તેને દુર કરવા અંગે

(૧) આ કાયદાની કલમ – ૭ મુજબ જે વિસ્તારમાં પોલીસ કમિશ્નરની નિમણુક કરવામાં આવી હોય તે વિસ્તારમાં પોલીસ કમિશ્નરને અને રાજય સરકાર જાહેરનામાંથી રાજપત્રમાં આ કલમની જોગવાઇઓ જે વિસ્તાર કે વિસ્તારોમાં જિલ્લા મેજીસ્ટ્રેટનો કે આ અથૅ રાજય સરકારે અધિકારો આપેલા પેટા વિભાગીય મેજિસ્ટ્રેટને જયારે જયારે એમ જણાય કે (એ) આ કાયદા મુજબ કોઇપણ વ્યકિતની અવરજવર કે તેના કૃત્યથી વ્યકિતને કે મિલકતને ભય જોખમ કે નુકશાન થાય તેવો સંભવ છે કે (બી) તેવી વ્યકિત બળ હિંસાનો ઉપયોગ થતો હોય તેવો કોઇ ગુનો કરવા અંગે કે ભારતના ફોજદારી ધારાના પ્રકરણ ૧૨ ૧૬ કે ૧૭ મુજબ શિક્ષાપાત્ર ગુનો કરવામાં કે તેવા કોઇપણ ગુના અંગે મદદગારી કરવામાં સાથ આપે કે સાથ આપવાની તૈયારી કરી સામેલ થવાની તૈયારીમાં હોય તેમ માનવાને વ્યાજબી કારણો હોય અને તેવા અધિકારીના મત પ્રમાણે સાહેદો પોતાની જાતની અથવા મિલકતની સલામતી બાબતે તેમની બીકને કારણે તેવી વ્યકિત વિરૂધ્ધ જાહેરમાં આવીને સાહેદી આપવાને ખુશી ન હોય અથવા (સી) બહારથી આવેલ આસામીના ચાલુ વસવાટને પરિણામે મહારોગ ફાટી નીકળવાનો સંભવ હોય ત્યારે તેવી વ્યકિતને બહારથી આવેલા સભ્યને તેના પર યોગ્ય રીતે લેખિત હુકમ બજાવીને કે થાળી વગાડીને કે પોતાને યોગ્ય જણાય તેવી બીજી રીતે હિંસા તથા ભય અટકાવવા કે તેનો રોગ ફાટી ન નીકળે કે તે વધુ પ્રસાર ન થાય એ માટે કેમ વતૅવાની જરૂર હોય તેમ વતાવાનુ કે તેની હુકમતની સ્થાનિક વિસ્તારના કે તેને અડીને આવેલા વિસ્તાર કે કોઇ જિલ્લા કે જિલ્લાઓ કે તેના ભાગની બહાર આ અધિકારી નકકી કરે તેવા રસ્તે થઇને અને તેટલા સમયમાં ચાલ્યા જવાનુ આ અધિકારી ફરમાવી શકશે તથા તેને જે વિસ્તારમાંથી કે પ્રસંગોપાત તેને અડકીને આવેલા જે વિસ્તારમાંથી અને જે જિલ્લા કે જિલ્લાઓમાંથી કે તેના કોઇપણ ભાગમાંથી જતા રહેવાનુ ફરમાવવામાં આવ્યુ હોય તે વિસ્તારમાં અને તેવા અડીને આવેલ વિસ્તારમાં અને જિલ્લાઓમાં તેના કોઇપણ ભાગમાં દાખલ થવુ નહિ કે પાછા નહિ ફરવાનુ ફરમાવી શકશે