કેટલાક ગુનાના ગુનેગારોને કાઢી મુકવા અંગે જો કોઇ વ્યકિત - કલમ:૫૭

કેટલાક ગુનાના ગુનેગારોને કાઢી મુકવા અંગે જો કોઇ વ્યકિત

(એ) ભારતીય ફોજદારી કાયદાના પ્રકરણ ૧૨ ૧૬ અને ૧૭ મુજબ કે (બી) (૧) મુંબઇ ભિખારી અધિનિયમ ૧૯૪૫ ની કલમ ૯ મુજબ અથવા મુંબઇ વૈશ્યાવૃતિ પ્રતિબંધ અધિનિયમ ૧૯૫૨ હૈદ્રાબાદના અનૈતિક વ્યાપારનો નિગ્રહ કરવા બાબતના અધિનિયમ ૧૯૫૨ મધ્યપ્રદેશના અનૈતિક વ્યાપારનો નિગ્રહ કરવા બાબતના અધિનિયમ ૧૯૫૩ કે સ્ત્રીઓ છોકરીઓમાં અનૈતિક વ્યાપારનો નિગ્રહ કરવા બાબતના અધિનિયમ ૧૯૫૬ મુજબ અથવા

(૨) મુંબઇ નશાબંધી અધિનિયમ ૧૯૪૯ ની કલમ ૬૫ કે ૬૮ મુજબ ત્રણ વષૅની મુદત દરમ્યાન બે વાર અથવા

(સી) મુંબઇ નશાબંધી અધિનિયમ ૧૯૪૯ ની જોગવાઇઓ પૈકી કોઇપણ જોગવાઇઓ અનુસાર અથવા મુંબઇના જુગાર રમવાની મનાઇ કરવા અંગેનો અધિનિયમ ૧૯૮૭ ની કલમ ૪ કે ૧૨ (એ) મુજબ અથવા જુગાર રમવા બાબતના અધિનિયમની કલમ ૪ મુજબ અથવા મુંબઇ રાજયના વિદભ પ્રદેશમાં અમલી હોય તેવા જાહેર જુગાર રમવા બાબતના કાયદા ૧૮૬૭ ની કલમ ૩ મુજબ ત્રણ વર્ષની મુદત દરમ્યાન ત્રણવાર ગુનેગાર નકકી થયો હોય તો જિલ્લા મેજિસ્ટ્રેટ કે આ બાબતે રાજય સરકારે અધિકાર આપ્યો હોય તેવો પેટા વિભાગીય મેજિસ્ટ્રેટ તેને એમ માનવાને કારણ લાગે કે તેવી વ્યકિત જે ગુના માટે દોષિત નકકી થયો છે તેવો જે ગુનો કરવામાં પુનઃ રોકાય એવો સંભવ છે તો તેવી વ્યકિતને તેની તાબાની હકુમતની સ્થાનિક હદના વિસ્તારમાં કે તેને અડીને આવેલા વિસ્તાર અને કોઇ જિલ્લા અથવા જિલ્લાઓ કે તેના ભાગની બહાર આ અધિકારી નકકી કરે તેવા રસ્તે થઇને અને તેટલા સમયમાં ચાલ્યા જવા અંગે ફરમાન કરશે અને તે જે વિસ્તારમાંથી તેને અડીને આવેલા જે વિસ્તારમાંથી અને જે જિલ્લા કે તેના જે કોઇપણ ભાગમાંથી જતા રહેવાનુ ફરમાવવામાં આવ્યુ હોય તે વિસ્તારમાં અથવા તેવા તેને અડીને આવેલા વિસ્તારમાં કે જિલ્લામાં કે તેના કોઇ ભાગમાં દાખલ ન થવાનુ કે પરત નહિ ફરવાનુ ફરમાવી શકશે

ખુલાસોઃ- આ કલમના હેતુ માટે જે ગુના માટે તે દોષિત ઠર્યો હોય તેવો જે ગુનો એટલે નીચે પ્રમાણે સમજવો

(૧) આ કલમના હેતુ અંગે જે ગુના માટે તે દોષિત ઠરી હોય તેવા કિસ્સામં તે ખંડ (એ)માં જણાવેલ ભારતના ફોજદારી ધારાના પ્રકરણોમાના કોઇપણ પ્રકરણ મુજબનો ગુનો

(૨) અને ખંડો (બી) અને (સી) માં દશૅાવેલ ગુના માટે કોઇ વ્યકિત દોષિત ઠરી હોય તેવા કિસ્સામાં આ ખંડોમાં અનુક્રમે જણાવેલા કાયદાઓ મુજબ ગુનો

વિવરણઃ

નીચેના ગુના માટે દોષિત વ્યકિતઓને જિલ્લામાંથી કાઢી મુકવામાં આવે (૧) સરકારી સિકકા ટિકિટો મિલકત અને વ્યકિતના શરીર વિરૂધ્ધના ગુના માટે દોષિત ઠરેલ

(૨) અનૈતિક વ્યાપાર કરનાર જેમકે વેશ્યાવૃતિ લોહીના વેપારનો દોષિત ઠરેલ

(૩) ત્રણ વષૅમાં બે વાર નશાબંધી હેઠળ દોષિત ઠર્યો હોય તે વ્યકિત (૪) જુગારીઓ ત્રણ વર્ષમાં ત્રણ વાર દોષિત ઠૉા હોય તો