
ખુલાસો સાંભળવા અંગે
(૧) આ કાયદા મુજબ કોઇ વ્યકિત વિરૂધ્ધ કલમ ૫૫ ૫૬ કે ૫૭ મુજબ આદેશની બજવણી કરવામાં આવે તે અગાઉ આ કલમો મુજબ કાર્ય કરતા અધિકારીઓ કે તે અધિકારીએ અધિકાર આપ્યો હોય તેવા પોલીસ ઇન્સ્પેકટરના હોદાથી ઉચ્ચ અધિકારી તે વ્યકિત વિરૂધ્ધના મહત્વના આક્ષેપોનો સામાન્ય ખ્યાલ આવે તે માટે લેખિત રીતે આપવો અને તે આક્ષેપોને લગતા ખુલાસા આપવા અંગે વ્યાજબી તક આપવી જોઇએ જો તેવી વ્યકિત તેણે રજુ કરેલા કોઇપણ સાહેદની તપાસ અંગે અરજી કરે તો તે અધિકારીએ કે સબંધિત અધિકારીએ તેવી અરજીનો સ્વીકાર કરવો જોઇએ અને તેવા સાહેદને તપાસવો જોઇએ પણ તે સતાધિકારી કે અધિકારી એવા મતનો હોય કે આવી અરજી પજવણી મટે કે વિલંબ કરવાના હેતુ માટે કરવામાં આવી છે તો ત્યારે તેવા કારણોની લેખિત નોંધ કરીને તેમ કયૅ સિવાય તેવી વ્યકિત એ કરેલ લેખિત કેફીયત તે કેસના કાગળો સાથે દફતરે કરવી અને તેનો ખુલાસો આપવા કે તેણે રજુ કરેલા સાહેદની તપાસ કરવાના હેતુ માટે આ કલમ હેઠળ કામ ચલાવતા અધિકારી રૂબરૂ તેવી વ્યકિતને એડવોકેટ કે એટની દ્રારા હાજર રહેવાનો અધિકાર મળશે શ્
(૨) આ કાયદાની મંજુરી કલમની પેટા કલમ (૧) મુજબ કામ કરતા સતાધિકારી કે અધિકારી કલમ ૫૫ ૫૬ કે ૫૭ મુજબ જેની વિરૂધ્ધમાં હુકમ બજાવવાનો ઠરાવ થયો હોય તેવી વ્યકિતને તેની રૂબરૂ હાજર થવા અંગે અને તપાસણીના સમયે હાજરી આપવા અંગે જામીન સાથે કે જામીન વગરનુ જામીનપત્ર કરી આપવાનુ ફરમાન કરી શકશે જો તેવી વ્યકિત ફરમાન કા મુજબ જામીનપત્ર આપવા અંગે કે તપાસ દરમ્યાન પોલીસ અધિકારી કે સતાધિકારી રૂબરૂ ગેરહાજર રહે તો તે અધિકારી કે સતાધિકારી અંગે તપાસ આગળ ચલાવવા કાયદેસર ગણાશે અને તેના ઉપરની તેની વિરૂધ્ધ કરવા વિચારેલા હુકમ તે કરી શકશે
Copyright©2023 - HelpLaw