
અપીલ કરવા અંગે
(૧) આ કાયદાની મજકુર કલમ ઉપરાંત કલમ ૫૫ ૫૬ કે ૫૭ મુજબ થયેલા હુકમથી નારાજ થયેલ વ્યકિતને હુકમ થયાની તારીખથી ત્રીસ દિવસની અંદર રાજય સરકારને અપીલ કરી શકશે
(૨) આ કલમ મુજબની કરાયેલી અપીલ યાદીના નમુનામાં બે નકલમાં કરવી અને તેમા હુકમની વિરૂધ્ધ અપીલ કરવામાં આવતી હોય તે હુકમ સાથેના વાંધા અંગેના કારણો ખુલ્લાસા પુવૅક તુરત જણાવવા અને તેની સાથે તે હુકમ કે તે હુકમની પ્રમાણિ નકલ જોડવી જોઇશે
(૩) આ કલમ મુજબ આવી અપીલ મળ્યા બાદ રાજય સરકાર અપીલ કતૅને પોતે કે વકીલ એડવોકેટ કે એટની દ્રારા કાંઇ કહેવુ હોય તે કહી સંભળાવવાની વ્યાજબી તક આપ્યા બાદ અને તેમને જરૂરી જણાય તેવી વધુ તપાસ કરવાની હોય તે કયૅ બાદ જેની સામે અપીલ કરવામં આવી હોય તે હુકમને બહાલી આપી શકશે તેમા ફેરફાર કે રદ કરી શકશે કે તે પ્રમાણે તેનો હુકમ કરી શકશે
પરંતુ જે હુકમની વિરૂધ્ધ અપીલ કરવામાં આવી હોય તે હુકમ રાજય સરકાર બીજી અન્ય રીતે હુકમ કરે તે સિવાય આવી અપીલનો નિકાલ થતા સુધી અપીલ ચાલુ રાખી શકશે
(૪) આ કલમ મુજબ અપીલ કરવામાં માટે નકકી કરેલી ત્રીસ દિવસની મુદત ગણતી સમયે જેની વિરૂધ્ધ અપીલ કરવામાં આવી હોય તે હુકમની પ્રમાણીત નકલ આપવામં થયેલ સમય મજરે ગણવાનો રહેશે
Copyright©2023 - HelpLaw