કાઢી મુકેલ વ્યકિતને પુનઃ પ્રવેશ કરે ત્યારે કામ કરવા અંગે - કલમ: ૬૨

કાઢી મુકેલ વ્યકિતને પુનઃ પ્રવેશ કરે ત્યારે કામ કરવા અંગે

(૧) આ કાયદાની કલમ ૫૫ ૫૬ કે ૫૭ મુજબ જેને કોઇ વિસ્તાર છોડી જતા રહેવાનુ ફરમાવવામાં આવ્યુ હોય તેવી વ્યકિત ।

(૨) ફરમાન કર્યું પ્રમાણે તે ચાલી ન જાય અથવા વિસ્તાર

(૩) તે મુજબ જતા રહયા પછી પેટા કલમ (૨)માં નકકી કયૅ મુજબ હુકમ સતાધિકારીની લેખિત પરવાનગી વગર તે વિસ્તાર હુકમમાં દશૅવેલ મુદત દરમ્યાન પ્રવેશ કરે તો સબંધકતૅ સતાધિકારી તેની ગિરફતારી કરાવી તે વિસ્તાર બહારની અને તે દરેક વિસ્તારમાં નકકી કરે તેવી જગ્યાએ તેવી વ્યકિતને પોલીસ પહેરા નીચે રખાવી શકશે

(૪) આ કાયદાની કલમ ૫૫ ૫૬ કે ૫૭ મુજબ હુકમ કરનાર સતાધિકારી જેના સબંધે તેવો હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિતને જે વિસ્તારમાંની તેને ચાલી જવાનો હુકમ કરવામાં આવેલ હોય તેની પાસેના કોઇ જિલ્લા કે તેના ભાગ સહિત તે વિસ્તારમાં પરવાનગી નકકી કરવામાં આવે તો તે કામચલાઉ મુદત માટે અને તેવી શરતો પાલનમાં રહીને પ્રવેશ કરવાની કે પરત જતા રહેવાની લેખિત પરવાનગી આપી શકશે અને નકકી કરેલી શરતોના યોગ્ય પાલન અંગે જામીન લઇને કે લીધા વગર બોન્ડ કરી શકશે જે વ્યકિત આવી પરવાનગીની એવા વિસ્તારમાં પ્રવેશ થાય કે તરત પાછી ફરી તેણે લાદેલી શરતોનુ પાલન કરવુ પડશે અને કામચલાઉ સમય માટે તેને પ્રવેશ કરવાની કે પરત ફરવાની પરવાનગી આપવામાં આવી હોય તે કામચલાઉ મુદત વિત્યા બાદ કે આવી પરવાનગી વહેલી રદબાતલ કરવામાં આવે એટલે તેવા વિસ્તારની કે નજીક આવેલા જિલ્લાઓ કે તેના ભાગની બહાર જતા રહેવુ પડશે અને આ કાયદાની કલમો ૫૫ ૫૬ ૫૭ મુજબ કરેલા મુળ હુકમમાં નકકી કરેલી મુદતની પુરી થયા વિનાની બાકી રહેલી મુદત અંદર નવી પરવાનગી વગર તેનાથી તેમા પ્રવેશ થઇ કે પાછા ફરી શકાશે નહિ તેવી વ્યકિત લાદેલી શરત પૈકી કોઇપણ શરતોનુ પાલન કરવા અંગે કે પોતે ચાલ્યા જવામાં કસુર કરે તો કે પોતે એવી રીતે ચાલ્યા ગયા પછી તે વિસ્તારમાં કે વિસ્તાર અને તેની પાસે આવેલા કોઇ જિલ્લાઓમાં કે તેના ભાગમાં નવી પરવાનગી વગર દાખલ થાય કે પાછા ફરે તો સબંધિત અધિકારી તેને અટક કરાવી દરેક કિસ્સામાં નકકી કયૅ । મુજબ તેવી રીતે તે વિસ્તારની બહારની જગ્યાએ તેને પોલીસ પહેરામાં રખાવી શકશે