કેમ્પ વગેરેએ અને ગણવેશ પર નિયંત્રણ અંગે - કલમ: ૬૩-એ

કેમ્પ વગેરેએ અને ગણવેશ પર નિયંત્રણ અંગે

(૧) રાજય સરકારને એવી ખાતરી થાય કે સાવૅજનિક વ્યવસ્થા જાળવવાના હેતુસર સમગ્ર ગુજરાત રાજયમાં કે તેના કોઇ ભાગમાં હથિયારો વાપરવાની પોતે તાલીમ લેવા કે કસરત કરવાના હેતુસર કે તેવી તાલીમ કે કવાયત મેળવવાના હેતુસર કે લશ્કરી કસરત હિલચાલ કે પરિવતૅન કરવાના હેતુ માટે કે ઉપરોકત હેતુ માટે કોઇ કેમ્પ પરેડ કે સરઘસમાં હાજરી આપવા કે ભરવા કે તેમાં ભાગ લેવાના હેતુ માટે ભેગી મળતી વ્યકિતઓની તમામ સભાઓ અને મંડળીઓ ઉપર પ્રતિબંધ મુકવાનુ કે નિયંત્રણ કરવા અંગે જરૂરી જણાય છે તો રાજય સરકાર સામાન્યતઃ ખાસ હુકમ દ્રારા તેમ કરી શકશે

(૨) આ કલમ મુજબ રાજય સરકારને એવી ખાતરી થાય કે કાઢવાના હુકમોમાંથી નિર્દિષ્ટ કરવામાં એવા તેવા કોઇ મંડળ કે એસોસિએશન કે સંસ્થાનો કોઇ સભ્ય સંઘના કામદાર કે નોકરને કે પોલીસ દળના કે તે સમયે અમલી હોય તેવા કાયદા મુજબ રચીત કોઇ દળના સભ્યને જે ગણવેશ પહેરવા અંગે ફરમાવવામાં આવેલ હોય તે ગણવેશ કે તેના કોઇપણ ભાગને મળતો પોશાક કે પોશાકની વસ્તુ જાહેરમાં પહેરે તે બાબત રાજયની સલામતી કે સામાન્ય કે સાવૅજનિક વ્યવસ્થા જાળવણીમાં બાધ લાવે તેમ છે તો રાજય સરકાર સામાન્ય કે ખાસ હુકમ દ્રારા તેવા મંડળ કે એસોસિએશન કે સંસ્થાના કોઇપણ સભ્યને જાહેરમાં તેવો પોષાક અથવા પોષાકની વસ્તુ પહેરવાની કે પ્રદર્શિત કરવા અંગે મનાઇ કરી શકશે કે તેના પર પ્રતિબંધ મુકી શકશે

(૩) આ પેટા કલમો (૧) અને (૨) મુજબનો દરેક ખાસ કે સામાન્ય હુકમ કલમ ૧૬૩ મુજબની જાહેર નોટીશની પ્રસિધ્ધી કરવા અંગે નકકી કરેલ રીતે મુજબ પ્રસિધ્ધી કરાવશે

ખુલ્લાસોઃ

પેટા કલમ (૨) ના હેતુઓ સારૂ પોષાક અથવા પોષાકની વસ્તુ જયા જાહેર જનતા જઇ શકે એવા કોઇ સ્થળે પહેરવામાં આવે કે પ્રદશિત કરવામાં આવે તો તે જાહેરમાં પહેરવામાં આવી છે કે પ્રદશિત કરવામાં આવી છે તેમ ગણાશે