
ગ્રામ સંરક્ષક દળો અંગે
(૧) આ કલમ મુજબ ગામડાઓમાં વ્યકિતઓના બચાવ મિલકતના રક્ષણ અને સાવૅજનિક સલામતીના હેતુસર જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ પોતાના ક્ષેત્રાધિકારમાંના કોઇ ગામોમાં પોતાને યોગ્ય લાગે તે પ્રમાણે પોતે સેવક મંડળો જેને ગ્રામ સંરક્ષક દળો કયા છે તેની રચના કરી શકશે
(૨) રાજય સરકાર આ અથૅ કરે તેવા સામાન્ય કે ખાસ હુકમોને આધીન રહીને અને આ કલમની જોગવાઇ અનુસાર બજાવવાની ફરજો અને કામોનુ સ્વરૂપ ધ્યાનમાં રાખીને જિલ્લા સુપ્રી. ના મત પ્રમાણે ૨૦ અને ૫૦ વષૅની ઉંમર વચ્ચેની આ ગામમાં રહેતી હોય તેવી વ્યકિત લાયક અને યોગ્ય હોય તે દરેક વ્યકિત તેના ગામ માટે રચેલ ગ્રામ સંરક્ષક દળના સભ્ય તરીકેની નિમણુક માટે લાયક ગણશે
(૩) આ પ્રકરણની કલમ- ૬૩ (૨) મુજબ લાયકાત ધરાવનાર કોઇપણ વ્યકિતની નિમણુક જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ એ પોતાની સહી સિકકા મારી લેખિત . હુકમ કરી ગ્રામ સરક્ષક દળના સભ્ય તરીકે નીમી શકશે
(૪) દરેક ગ્રામ સંરક્ષક દળ અંગે જિલ્લ સુપ્રિન્ટેન્ડન્ટ પેટા કલમ (૨) મુજબ લાયકાત ધરાવતા હોય તેવી વ્યકિતને કોટવાળ તરીકે ઓળખાતા માનદ કમાન્ડન્ટની નિમણુક કરવા બાબત
(૫) તાલુકામાં ગ્રામ સંરક્ષક દળોના સંચાલન અને દેખરેખ માટે જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ હેડ કોન્સ્ટેબલના દરજજાથી ઉતરતા ન હોય તેવા પોલીસ અધિકારીની તાલુકા ગ્રામ સંરક્ષણ અધિકારીની તાલુકા ગ્રામ સંરક્ષણ અધિકારી તરીકે અને જે વ્યકિત સેવા કરવાને ખુશી હોય અને જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટના મત પ્રમાણે લાયકાત ધરાવતા હોય તેવી કોઇપણ વ્યકિતની સંયુકત તાલુકા ગ્રામ સંરક્ષક અધિકારી તરીકેની નિમણુક કરી શકાશે (૬) જિલ્લામાં ગ્રામ સંરક્ષક દળોના સંચાલન અને દેખરેખ માટે જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ સબ ઇન્સ્પેકટરના દરજજાથી ઉતરતા ન હોય એવા પોલીસ અધિકારીની જિલ્લા ગ્રામ સંરક્ષક અધિકારી તરીકે અને સેવા કરવાને ખુશી હોય તો
(૭) આ કલમ મુજબ નિમણુક પામેલ ગ્રામ સંરક્ષક દળોના સભ્યો અને અધિકારીઓ જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ ફરમાવે તેવા હુકમોનુ પાલન કરવા અને તેમના નિયંત્રણમાં રહેશે અને જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ નકકી કરે તેવી તાલીમ લઇ અને તેવી ફરજો બજાવશે
(૮) આ કલમ મુજબ નિમણુક પામેલ ગ્રામ સંરક્ષક દળોના સભ્યો અને પોલીસ અધિકારીઓ સિવાયના અધિકારીઓ જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ રાજયસરકારની અગાઉથી મંજુરી લઇને નકકી કરે તેવી નોકરીની શરતોને આધિન રહેશે
(૯) જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ કે આ કલમ મુજબ નિમણુક પામેલ કોઇપણ અધિકારીઓ કોઇપણ વખતે તેના તાબાના અધિકારીઓ કે ગ્રામ સંરક્ષક દળના કોઇપણ સભ્યોને તાલીમ લેવા માટે કે તેને સોંપેલ ફરજો બજાવવા માટે બોલાવી શકશે
(૧૦) ગ્રામ સંરક્ષક દળના તમામ સભ્યને આ કલમ મુજબ નિમણુક પામેલ દરેક અધિકારીને
(એ) નિમણુક થયા બાદ રાજય સરકારે આ માટે મંજુર કરેલ નમુનામાં પ્રમાણપત્ર મળશે
(બી) ફરજ માટે બોલાવવામાં આવે ત્યારે આ કાયદા મુજબ નિમણુક પામેલ પોલીસ અધિકારી તરીકે જે સતા વિશિષ્ટ અધિકારો અને રક્ષણ મળતુ હોય તેવી જ સતા વિશિષ્ટ અધિકારો અને રક્ષણ મળશે
(૧૧) તે વખતે અમલી હોય તેવા કોઇ કાયદામાં ગમે તે આમ હોય તેમ છતા આ કલમ મુજબ નિમણુક પામેલ ગ્રામ સંરક્ષક દળના સભ્ય કે પોલીસ અધિકારી સિવાયના કોઇપણ અધિકારી તે ગ્રામ સંરક્ષક દળનો સભ્ય છે કે આવો અધિકારી છે તે હકીકત ને કારણે જ
(એ) ગુજરાત રાજયની વિધાનસભા અથવા
(બી) કોઇ સ્થાનિક મંડળના સભ્ય તરીકે પસંદગી પામવા માટે કે તેના સભ્ય થવા માટે ગેરલાયક ઠરશે નહિ.
(૧૨) રાજય સરકાર જાહેરનામુ રાજયપત્રમાં બહાર પાડી નકકી કરે તે જિલ્લાઓમાં આ કલમ મુજબ જિલ્લાસુપ્રીન્ટેન્ડન્ટ જિલ્લા ગ્રામ સંરક્ષક અધિકારી અને તાલુકા ગ્રામ સંરક્ષક અધિકારીની સતા ફરજો અને કાર્યો મુંબઇ હોમગાડૅઝ કાયદો ૧૯૪૭ નીચે નિમણુક પામેલ કામન્ડન્ટ જનરલ આદેશ કરે તેવા ગૃહરક્ષકો ના અધિકારીઓએ વાપરવા બજાવવા અને અદા કરવા અને તેમ થયે આ કલમ ની તમામ પુવૅવતી જોગવાઇઓ લાગુ પડશે પણ તેમાના જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ જિલ્લ ગ્રામ સંરક્ષક અધિકારી અને તાલુકા ગ્રામ સંરક્ષક અધિકારી માટેના ઉલ્લેખો ગૃહ રક્ષકોના સંગત અધિકારીઓ માટેના ઉલ્લેખો છે એમ સમજવાનુ રહેશે
Copyright©2023 - HelpLaw