રાજય સરકારની અને ખાસ અધિકાર આપેલા અધિકારીઓની હદ પાર કરવાની સતા - કલમ : ૬૩-એએ

રાજય સરકારની અને ખાસ અધિકાર આપેલા અધિકારીઓની હદ પાર કરવાની સતા

(૧) જે વિસ્તાર માટે કમિશ્નરની નિમણુક કરવામાં આવેલ હોય તેવા કોઇ વિસ્તારમાં કમિશ્નર અને કોઇ જિલ્લામાં રાજય સરકારે આ માટે સતા આપેલા યોગ્ય પ્રસંગે જિલ્લા મેજીસ્ટ્રેટ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કે જિલ્લા પોલીસ સુપ્રિન્ટન્ડન્ટ જે સંજોગોમાં અને જે રીતે કલમો ૫૫ ૫૬ એન ૫૭ નીચે વાપરી શકે તે સતા રાજય સરકાર તે સંજોગોમાં અને તે રીતે એ ફેરફાર સાથે વાપરી શકશે કે યોગ્ય પ્રસંગ એવી ટોળી કે મંડળીના સભ્યોને જે વ્યકિતઓને કોઇ સ્થાનિક વિસ્તારમાંથી કે તેના અડોઅડના હોય કે ન હોય તેવા કોઇ વિસ્તાર અને જિલ્લાઓ કે તેના ભાગમાંથી જતા રહેવાનો અને તે સ્થાનિક વિસ્તારમાં કે તેની લગોલગ હોય કે ન હોય તેવા કોઇ વિસ્તાર અંગે જિલ્લાઓ કે તેના ભાગમાં પ્રવેશ નહિ થવાનો કે પાછા નહિ ફરવાનો હુકમ કરે તે રાજય સરકાર માટે કાયદેસર ગણાશે (૧-એ) રાજય સરકાર હુકમ બહાર પાડીને તે હુકમમાં નિદિષ્ટ કરવામાં આવે તેવી કલમો ૫૫ ૫૬ અને ૫૭ના સબંધમાં પેટા કલમ (૧) નીચે પોતાની સતા વાપરવા માટે તે અથૅ કોઇ અધિકારીને ખાસ રીતથી સતા આપી શકશે

(૨) કલમો ૫૮ ૫૯ ૬૦ ૬૧ ૬૨ અને ૬૩ની જોગવાઇઓ અનુસાર તે પ્રમાણે કલમો ૫૫ ૫૬ કે ૫૭ મુજબની કોઇ સતા વાપરવાને લાગુ પડે છે તે જ પ્રમાણે તે જરૂરી ફેરફારો સાથે આ કલમ મુજબની કોઇ પણ સતા વાપરવા માટે લાગુ પડશે

વિવરણઃ

અગાઉ જણાવેલી તડીપાર કરવાની સતા રાજય સરકાર અમુક ખાસ અધિકારીઓને પણ અપાશે અને તે તે અધિકારીઓ કલમ ૫૮ થી ૬૩ ની જોગવાઇઓ કલમ ૫૫ ૫૬ ૫૭ હેઠળની સતા વાપરતા જેમ લાગુ પડે છે તેમ જરૂરી ફેરફારો સાથે આ કલમ હેઠળની સતાઓ વાપરી શકે છે આ કલમ હેઠળના આદેશોનો ભંગ કલમ ૧૪૧ હેઠળ ગુનો ઠરે છે અને કલમ ૧૪૨ હેઠળ તે શિક્ષાપાત્ર છે