જામીનનો અસ્વીકાર કરવાની સતા
"(૧) મુચરકારના હેતુઓ માટે કોઇ વ્યકિત લાયક નથી તે કારણે કોઇ મેજિસ્ટ્રેટ રજુ કરેલા જામીન સ્વીકારવાની ના પાડી શકશે અથવા પોતે કે પોતાના પુરોગામીએ આ પ્રકરણ હેઠળ અગાઉ સ્વીકારેલા જામીનને નામંજુર કરી શકશે
પરંતુ એ રીતે એવા કોઇ જામીનને સ્વીકારવાની ના પાડતા પહેલા અથવા તેને નામંજુર કરતા પહેલા તે મેજિસ્ટ્રેટે પોતે જામીનની યોગ્યતા વિશે સોગંદ ઉપર તપાસ કરવી જોઇશે અથવા પોતાની સતા નીચેના મેજિસ્ટ્રેટ મારફત તેવી તપાસ કરાવી તે વિશે રિપોટૅ મેળવવો જોઇશે
(૨) તે મેજિસ્ટ્રેટ તપાસ કરતા પહેલા જામીનને અને જામીન રજુ કરનારને વાજબી નોટીશ આપવી જોઇશે અને તેને તપાસ દરમ્યાન પોતાની સમક્ષ રજુ કરવામાં આવે તે પુરાવાના સારાંશની લેખિત નોંધ કરવી જોઇશે
(૩) પોતાની સમક્ષ અથવા પેટા કલમ (૧) હેઠળ જેને તે કામ સોપ્યુ હોય તે મેજિસ્ટ્રેટની સમક્ષ રજુ કરવામાં આવેલા પુરાવા અને તે મેજિસ્ટ્રેટનો રિપોટૅ આપેલ હોય તે વિચારણામાં લીધા પછી મેજિસ્ટ્રેટને ખાતરી થાય કે તે જામીન મુચરકાના હેતુઓ માટે લાયકાત ધરાવતો નથી તો તે તેમ કરવાના કારણોની લેખિત નોંધ કરીને તે જામીનને સ્વીકારવાની ના પાડવાનો અથવા તેને નામંજુર કરવાનો હુકમ કરશે
પરંતુ અગાઉ સ્વીકારયેલા કોઇ જામીનને નામંજુર કરવાનો હુકમ કરતા પહેલા તે મેજિસ્ટ્રેટ પોતાને યોગ્ય લાગે તે પ્રમાણે તેનો સમન્સ કે વોરંટ કાઢીને જેના માટે તે જામીન જવાબદાર થયેલ હોય તે વ્યકિત પોતાની સમક્ષ હાજર થાય અથવા તેને લાવવામાં આવે તેમ ફરમાવશે"
Copyright©2023 - HelpLaw