જામીનગીરી આપવામાં કસુર થયે કેદ - કલમ: ૧૨૨

જામીનગીરી આપવામાં કસુર થયે કેદ

"(૧) (ક) જેને કલમ ૧૦૬ કે કલમ ૧૧૭ હેઠળ જામીનગીરી આપવાનો હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિત જે મુદત માટે જામીનગીરી આપવની હોય તેના આરંભની તારીખે કે તે પહેલા જામીનગીરી ન આપે તો તેને આમા હવે તરત પછી જણાવેલા સંજોગો હોય તે સિવાય જેલમાં મોકલવામાં આવશે અથવા તે વ્યકિત જેલમાં હોય તો તેને એવી મુદત પુરી ન થાય ત્યાં સુધી અથવા જે કોટૅ કે મેજિસ્ટ્રેટ જામીનગીરી લેવાના હુકમ કર્યં હોય તેને તે મુદત દરમ્યાન તે જામીનગીરી ન આપે ત્યાં સુધી જેલમાં ચાલુ રાખવામાં આવશે

(ખ) કોઇ વ્યકિતએ કલમ ૧૧૭ હેઠળ મેજિસ્ટ્રેટના હુકમ અનુસાર સુલેહ જાળવવા માટે જામીન (સાથે અથવા) જામીન સિવાયનો મુચરકો આપ્યા પછી તે મેજિસ્ટ્રેટને કે હોદાની રૂએના તેના અનુગામીને ખાતરી થાય એ રીતે તેણે મુચરકાનો ભંગ કર્યું હોવાનુ સાબિત થાય તો તે મેજિસ્ટ્રેટ કે હોદાની રૂએના તેના અનુગામી સાબિતીના કારણો નોધ્યા પછી તે વ્યકિતને પકડવાનો અને મુચરકાની મુદત પુરી ન થાય ત્યાં સુધી જેલમાં અટકમાં રાખવાનો હુકમ કરી શકશે અને સદરહુ વ્યકિત કાયદા અનુસાર જે શિક્ષા કે જપ્તીને પાત્ર હોય તે કોઇ શિક્ષા કે જપ્તીને એ હુકમથી બાધ આવશે નહીં

(૨) તે વ્યકિતને મેજિસ્ટ્રેટે એક વષૅથી વધુ મુદત માટે જામીનગીરી આપવાનો હુકમ કયૅ હોય ત્યારે તે ઉપર જણાવ્યા મુજબ જામીનગીરી ન આપે તો સેશન્સ જજનો હુકમ થતા સુધી તે મેજિસ્ટ્રેટ તેને જેલમાં રાખવાનુ વોરંટ કાઢશે અને તે કાયૅવાહી જેમ બને તેમ વહેલી તકે તેની કોટૅ સમક્ષ રજુ કરવામાં આવશે

(૩) તે કોટૅ તે કાયૅવાહી તપાસીને અને પોતાને જરૂરી લાગે તેવી વિશેષ માહિતી કે પુરાવો મેજિસ્ટ્રેટ પાસેથી મેળવીને અને સબંધિત વ્યકિતને સુનાવણીની વાજબી તક આપ્યા પછી તે બાબતમાં પોતાને યોગ્ય લાગે તે હુકમ કરી શકશે

પરંતુ જામીનગીરી ન આપવા માટે જે મુદત સુધી કોઇ વ્યકિતને કેદમાં રાખવામાં અવોલ હોય તે મુદત ત્રણ વષૅથી વધવી જોઇશે નહીં

(૪) એક જ કાયૅવાહી દરમ્યાન બે કે તેથી વધુ વ્યકિતઓને જામીનગીરી આપવા ફરમાવ્યુ હોય અને તે પૈકી કોઇ એક વ્યકિત અંગેની કાયૅવાહી પેટા કલમ (૨) હેઠળ સેશન્સ જજને વિચારણા માટે મોકલવામાં આવી હોય તો તે વિચારણામાં તે વ્યકિતઓ પૈકી જે અન્ય વ્યકિતને જામીનગીરી આપવાનો હુકમ કરવામાં આવ્યો હોય તેની બાબતનો પણ સમાવેશ થશે અને તે સંજોગોમા પેટા કલમ (૨) અને (૩)ની જોગવાઇઓ તે અન્ય વ્યકિતની બાબતને પણ લાગુ પડશે પરંતુ તેને જે મુદત સુધી કેદમાં રાખવામાં આવે તે મુદત જેના માટે તે જામીનગીરી આપવાનો હુકમ કરવામાં આવ્યો હોય તે મુદતથી વધવી જોઇશે નહીં

(૫) પેટા કલમ (૨) કે પેટા કલમ (૪) હેઠળ પોતાની સમક્ષ રજુ કરવામાં આવેલી કાયૅવાહીને સેશન્સ જજ પોતાની વિવેકબુધ્ધિ અનુસાર કોઇ વધારાના સેશન્સ જજ કે મદદનીશ સેશન્સ જજને સોપી શકશે અને એવી સોંપણી થાય ત્યારે તે વધારાના સેશન્સ જજ કે મદદનીશ સેશન્સ જજ તે કાયૅવાહી અંગે આ કલમ હેઠળની સેશન્સ જજની સતા ભોગવી શકશે

(૬) જેલના ઇન્ચાર્જ અધિકારી સમક્ષ જામીનગીરી રજુ કરવામાં આવે તો તેઓ હુકમ કરનાર કોટૅ કે મેજિસ્ટ્રેટને તે બાબત તરત જણાવશે અને તે કોટૅ કે મેજિસ્ટ્રેટના હુકમોની રાહ જોશે

(૭) સુલેહ જાળવવા માટે જામીનગીરી ન આપવા માટેની કેદ સાદી રહેશે (૮) કલમ ૧૦૮ હેઠળ કાયૅવાહી કરવામાં આવી હોય તો સારા વતૅન માટે જામીનગીરી ન આપવા માટે સાદી કેદ થશે અને કલમ ૧૦૯ કે કલમ ૧૧૦ હેઠળ કાયૅવાહી કરવામાં આવી હોય તો કોટૅ કે મેજિસ્ટ્રેટ દરેક વખતે ફરમાવે તે મુજબ સખત કે સાદી કેદ થશે