
મુચરકાની બાકી રહેલી મુદત માટેની જામીનગીરી
"(૧) કલમ ૧૨૧ની પેટા કલમ (૩)નો પરંતુક અથવા કલમ ૧૨૩ની પેટા કલમ (૧૦) હેઠળ જેની હાજરી માટે સમન્સ કે વોરંટ કાઢવામાં આવ્યુ હોય તે વ્યકિત મેજિસ્ટ્રેટ કે કોટૅ સમક્ષ હાજર થાય અથવા તેને લાવવામાં આવે ત્યારે તે મેજિસ્ટ્રેટ કે કોટૅ તેણે કરી આપેલ મુચરકો રદ કરશે અને તે વ્યકિતને તે મુચરકાની મુદતના બાકી રહેલા ભાગ માટે મુળ જામીનગીરીના જ પ્રકારની નવી જામીનગીરી કરી આપવાનો હુકમ કરશે (૨) આવો દરેક હુકમ કલમ ૧૨૦ થી ૧૨૩ (બંને સહિત) ના હેતુ માટે યથાપ્રસંગે કલમ ૧૦૬ કે કલમ ૧૧૭ હેઠળ કરેલો હુકમ ગણાશે"
Copyright©2023 - HelpLaw