પત્ની બાળકો અને મા-બાપના ભરણપોષણનો હુકમ - કલમ: ૧૨૫

પત્ની બાળકો અને મા-બાપના ભરણપોષણનો હુકમ

"(૧) પુરતા સાધનો હોવા છતા કોઇ વ્યકિત પોતાના નીચે જણાવેલ કોઇ કુટુંબીનુ ભરણપોષણ કરવામાં બેદરકાર રહે અથવા તેનુ ભરણપોષણ કરવાની ના પાડે તો પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ બેદરકારી કે ના પાડયાનુ પુરવાર થયે તેની પત્નીના કે તે સંતાનના પિતાના કે માતાના ભરણપોષણ માટે મેજિસ્ટ્રેટને યોગ્ય લાગે એવા માસિક દરે દર મહિને ભરણપોષણની રકમ આપવાનો અને મેજિસ્ટ્રેટ વખતો વખત આદેશ આપે તે વ્યકિતને ચુકવી દેવાનો તે વ્યકિતને હુકમ કરી શકશે

(એ) ખુદનુ ભરણપોષણ ન કરી શકનાર પત્ની અથવા (બી) ખુદનુ ભરણપોષણ ન કરી શકનાર પરિણીત કે અપરિણીત પોતાનુ ઔરસ કે અનૌરસ સગીર સંતાન અથવા

(સી) કોઇ શારીરિક કે માનસિક ખોડ કે ઇજાને કારણે ખુદનુ ભરણપોષણ ન કરી શકનાર (પરિણીત પુત્રી સિવાયનુ) પુખત વયનુ ઔરસ કે અનૌરસ સંતાન અથવા

(ડી) ખુદનુ ભરણપોષણ ન કરી શકનાર તેના પિતા કે માતા પરંતુ મેજિસ્ટ્રેટને ખાતરી થાય કે ખંડ (બી)માં જણાવેલિ પરીણીત હોય તેવા સગીર સ્ત્રી સંતાનનો પતિ પુરતા સાધનો ધરાવતો નથી તો તે પુખ્ત વયનુ ન થાય ત્યાં સુધી તેના પિતાએ તે ભરણપોષણની રકમ આપવી એવો હુકમ મેજિસ્ટ્રેટ તેના પિતાને કરી શકશે

વધુમાં મેજિસ્ટ્રેટ આ પેટા કલમ હેઠળ ભરણપોષણ માટેના માસિક ભથ્થા સબંધી નિકાલ બાકી કાયૅવાહી દરમ્યાન પોતાની પત્ની અથવા એવા સંતાનો પિતા અથવા માતાના વચગાળાના ભરણપોષણ માટે માસિક ભથ્થુ અને મેજિસ્ટ્રેટ વાજબી ગણે તેટલો આવી કાયૅવાહીનો ખચૅ આપવાનો અને મેજિસ્ટ્રેટ વખતોવખત આદેશ કરે તેવી વ્યકિતને તે આપવાનો આવી વ્યકિતને હુકમ કરી શકશે

વળી બીજા પરંતુક હેઠળ વચગાળાના ભરણપોષણ માટેના માસિક ભથ્થ માટે અને કાયૅવાહીના ખર્ચ માટેની અરજીનો શકય હોય તેટલે સુધી આવી વ્યકિતને અરજીની નોટીશ બજાવવાની તારીખથી સાઠ દિવસની અંદર નિકાલ કરવો જોઇશે સ્પષ્ટીકરણઃ- આ પ્રકરણના હેતુઓ માટે

(એ) સગીર એટલે ભારત પુખ્તવય અધિનિયમ ૧૮૭૫ ની જોગવાઇઓ હેઠળ પોતે પુખ્તવયે પહોચેલ ન ગણાય તે વ્યકિત (બી) પત્ની જેને પતિએ છૂટાછેડા આપ્યા હોય અથવા જેણે તેની પાસેથી છૂટાછેડા મેળવ્યા હોય અને ફરીથી ગન કર્યું ન હોય તે સ્ત્રીની સમાવેશ થાય છે

(૨) આવા ભરણપોષણ અથવા વચગાળાના ભરણપોષણની કોઇપણ રકમ અને કાયૅવાહીના ખચૅ માટે હુકમની તારીખથી અથવા જો એવી રીતે હુકમ કરવામાં આવ્યો હોય તો ભરણપોષણ અથવા વચગાળાના ભરણપોષણ અને યથાપ્રસંગ યથાપ્રસંગ કાયૅવાહીના ખચૅ માટેની અરજીની તારીખથી આપવાપાત્ર થશે

(૩) એ રીતે જેને હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિત પુરતા કારણ વિના તે હુકમનુ પાલન ન કરે તો હુકમના દરેક ભંગ માટે દંડની વસુલાત માટે ઠરાવેલી રીતે લેણી ભરણપોષણની અથવા વચગાળાની ભરણપોષણની રકમ અથવા યથાપ્રસંગ કાયૅવાહીનુ ખચૅ વસુલ કરવા માટે એવા કોઇ મેજિસ્ટ્રેટ વોરંટ કાઢી શકશે અને  વોરંટ ની બજવણી થઈ ગયા પછી દરેક મહિનાની ચૂકવાયેલ સમગ્ર રકમ કે તેના કોઇ ભાગ માટે એક મહિના સુધીની અથવા તે પહેલા ભરણપોષણની રકમ ચુકવી આપવામાં આવે તે રકમ ન ચુકવાયેલ હોય તો ત્યાં સુધીની કેદની તે વ્યકિતને સજા કરી શકશે

પરંતુ જે તારીખે કોઇ રક લેણી થઇ હોય તે તારીખથી એક વષૅની મુદતની અંદર તે વસુલ કરવા માટે કોટૅને અરજી કરવામાં ન આવે તો આ કમલ હેઠળ લેણી થતી રકમની વસુલાત માટે વોરંટ કાઢી શકાશે નહિ વધુમાં એ વ્યકિત પોતાની પત્ની પોતાની સાથે રહે એ શરતે તેનુ ભરણપોષણ કરવા તૈયારી બતાવે અને પત્ની તેની સાથે રહેવાની ના પાડે તો તેમ કરવાની ના પાડવાના તેણે જણાવેલા કારણો મેજિસ્ટ્રેટ વિચારણા લઇ શકશે અને જો તેને ખાતરી થાય કે આ કલમ હેઠળ હુકમ કરવા માટે ન્યાયી કારણ છે તો પતિની એવી તૈયારી હોવા છતા તે એવો હુકમ કરી શકશે

સ્પષ્ટીકરણઃ- કોઇ પતિએ બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યું હોય અથવા પોતે રખાત રાખતો હોય તો તે હકીકત તેની સાથે રહેવાની ના પાડવાનુ તેની પત્ની માટે ન્યાયી કારણ ગણાશે

(૪) કોઇ પત્ની વ્યભિચારિણી હોય અથવા પુરતા કારણ વિના પતિની સાથે રહેવાની ના પાડતી હોય અથવા પરસ્પર સંમતિથી તેઓ જુદા રહેતા હોય તો આ કલમ હેઠળ તે તેના પતિ પાસેથી ભરણપોષણની અથવા વચગાળાના ભરણપોષણની રકમ અથવા યથાપ્રસંગ કાયૅવાહીનુ ખચૅ મેળવવા હકદાર રહેશે નહિ. (૫) જેના લાભમાં આ કલમ હેઠળ હુકમ કરવામાં આવ્યો હોય તે પત્ની વ્યભિચારિણી છે અથવા પુરતા કારણ વિના તેના પતિ સાથે રહેવાની તે ના પાડે છે અથવા પરસ્પરની સંમતિથી તેઓ જુદા રહે છે એમ સાબિત થયે મેજિસ્ટ્રેટે તે હુકમ રદ કરવો જોઇશે"