કાયૅરીતિ - કલમ: ૧૨૬

કાયૅરીતિ

"(૧) કોઇપણ વ્યકિત સામે કલમ ૧૨૫ હેઠળની કાયૅવાહી નીચેનુ સ્થળ જયાં આવેલ હોય તે જિલ્લામાં થઇ શકશે

(એ) તે જયાં હાજર હોય તે સ્થળ અથવા (બી) તેનુ કે પત્નીનુ રહેવાનુ સ્થળ અથવા

(સી) તેની પત્ની સાથે યથાપ્રસંગ અનૌરસ સંતાનની માતા સાથે છેલ્લે તે રહેલ હોય તે સ્થળ

(૨) તે કાયૅવાહી અંગેનો તમામ પુરાવો જેની સામે ભરણપોષણ

ચુકવવાનો હુકમ કરવા ધારેલ હોય તે વ્યકિતની હાજરીમાં અથવા તેને જાતે હાજર રહેવામાંથી મુકિત આપી હોય ત્યારે તેના વકીલની હાજરીમાં લેવો જોઇશે અને સમન્સ કેસો અંગે ઠરાવેલી રીતે લખીને નોંધવો જોઇશે

પરંતુ મેજિસ્ટ્રેટને ખાતરી થાય કે જેની સામે ભરણપોષણ ચુકવવાનો હુકમ કરવા ધારેલ છે તે વ્યકિત જાણીબુઝીને બજવણી ટાળે છે અથવા કોટૅમાં હાજર થવામાં જાણીબુઝીને બેદરકાર રહે છે તો મેજિસ્ટ્રેટ તે કેસની એકતરફી સુનાવણી કરીને તેનો નિણૅય કરી શકશે અને એ રીતે કરેલો હુકમ સામા પક્ષકારને ખચૅની ચુકવણી સહિતની મેજિસ્ટ્રેટ યોગ્ય અને ન્યાયી ગણે તે શરતોએ તેની તારીખથી ત્રણ મહિનાની અંદર અરજી કરીને યોગ્ય કારણ દશૅવવામાં આવે તો રદ કરી શકશે

(૩) કલમ ૧૨૫ હેઠળની અરજીઓ અંગે કાયૅવાહી કરતી વખતે ખચૅ અપાવવા સબંધી ન્યાયી હોય તો તેવો હુકમ કરવાની કોટૅને સતા રહેશે"