ભરણપોષણના હુકમનો અમલ - કલમ: ૧૨૮

ભરણપોષણના હુકમનો અમલ

જેની તરફેણમાં અથવા ભરણપોષણનો વચગાળાના ભરણપોષણનો અને યથાપ્રસંગ કાયૅવાહીના ખચૅના હુકમ કરવામાં આવે તે વ્યકિતને અથવા તેનો વાલી હોય તો તેને અથવા જેને ભરણપોષણની રકમ અથવા વચગાળાના ભરણપોષણની રકમ અને યથાપ્રસંગ કાયૅવાહીના ખચૅ આપવાની હોય તે વ્યકિતને તે હુકમની નકલ વિના મુલ્યે આપવી જોઇશે અને પક્ષકારો તે જ છે અને ભરણપોષણની અથવા યથાપ્રસંગ ખચૅની લેણી રકમ ચુકવાઇ નથી તેની મેજિસ્ટ્રેટને ખાતરી થતા જેની વિરૂધ્ધ તે હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિત જયા હોય ત્યા તે હુકમનો તે મેજિસ્ટ્રેટ અમલ કરી શકશે