મુલકી દળનો ઉપયોગ કરીને મંડળી વિખેરવા બાબત
"(૧) કોઇ એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ અથવા કોઇ પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારી અથવા એવા ઇન્ચાજૅ અધિકારી ગેરહાજર હોય તો સબ ઇન્સ્પેકટરથી ઊતરતા દરજજાના ન હોય તે પોલીસ અધિકારી કોઇ પણ ગેરકાયદેસર મંડળીને અથવા જાહેર શાંતિમાં જે ખલેલ પહોચાડે એવો સંભવ હોય તે પાંચ કે તેથી વધુ વ્યકિતઓની મંડળીને વિખેરાઇ જવાનો આદેશ આપી શકશે અને તે અનુસાર એ મંડળીઓના સભ્યોએ વિખરાઇ જવુ પડશે
(૨) એ રીતે આદેશ અપાયા છતા કોઇ મંડળી વિખેરાય નહીં અથવા એવો આદેશ અપાયો ન હોય પરંતુ તે એવી રીતે વાવ કરે કે જેથી તેનો ન વિખરાવાનો નિશ્ચય જણાઇ આવે તો કોઇ એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ અથવા પેટા કલમ (૧)માં ઉલ્લેખેલ પોલીસ અધિકારી તે મંડળીને બળથી વિખેરી નાંખવા પગલા લેશે અને તે મંડળીને વિખેરી નાખવા માટે અથવા તેમને કાયદાનુસાર સજા કરવામાં આવે તે માટે તેમા સામેલ હોય તે વ્યકિતઓને પકડી અટકાયતમાં રાખવા માટે સશસ્ત્ર દળોનો અધિકારી કે સભ્ય ન હોય અને તે હેસિયતથી કામ ન કરી રહેલ હોય તે કોઇ પણ પુરૂષ વ્યકિતની સહાય માંગી શકશે"
Copyright©2023 - HelpLaw