મંડળી વિખેરવા માટે સશસ્ત્ર દળોનો ઉપયોગ - કલમ: ૧૩૦

મંડળી વિખેરવા માટે સશસ્ત્ર દળોનો ઉપયોગ

"(૧) એવી મંડળી બીજી રીતે વિખેરી શકાય નહીં અને તેને વિખેરી નાખવાનુ જાહેર સલામતી માટે જરુરી હોય તો હાજર હોય તે પૈકી સૌથી ઊંચા દરજજાના એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ સશસ્ત્ર દળો વડે તેને વિખેરી નંખાવી શકશે

(૨) એવા મેજિસ્ટ્રેટ સમગ્ર દળની કોઇ ટુકડીના કમાન્ડીંગ ઓફીસર પાસે તેની નીચેના સશસ્ત્ર દળની મદદથી એવી મંડળીને વિખેરી નાંખવા અને તે મંડળીમાં સામેલ હોય તે પૈકી જેના સબંધમાં પોતે આદેશ આપે તે વ્યકિતઓને અથવા તે મંડળીને વિખેરી નાખવા માટે કે કાયદા અનુસાર તેમને શિક્ષા કરવામાં આવે તે માટે પકડીને અટકાયતમાં રાખવાનુ જરૂરી હોય તે વ્યકિતઓને પકડીને અટકાયતમાં રાખવા ફરમાવી શકશે (૩) સશસ્ત્ર દળના એ દરેક અધિકારી પોતાને યોગ્ય લાગે એ રીતે આદેશનો અમલ કરશે પરંતુ એમ કરવામાં તે મંડળીને વિખેરી નાખવા અને તે વ્યકિતઓને પકડીને અટકાયતમાં રાખવા માટે જરૂરી હોય તેટલા પ્રમાણમાં જ ઓછામાં ઓછા બળનો ઉપયોગ કરવો જોઇશે અને જાનમાલને ઓછી ઇજા કરવી જોઇશે"