ઉપરની કલમો હેઠળ કરેલા કૃત્યો માટે ફોજદારી કાયૅવાહી સામે રક્ષણ - કલમ: ૧૩૨

ઉપરની કલમો હેઠળ કરેલા કૃત્યો માટે ફોજદારી કાયૅવાહી સામે રક્ષણ

"(૧) કલમ ૧૨૯ કલમ ૧૩૦ કે કલમ ૧૩૧ હેઠળ કયૅાનુ અભિપ્રેત હોવા કોઇ કૃત્ય માટે કોઇ વ્યકિત વિરૂધ્ધ નીચે જણાવ્યા પ્રમાણેની મંજૂરી લીધા સિવાય કોઇ ફોજદારી કોટૅમાં ફરિયાદ માંડી શકશે નહીં

(ક) તે વ્યકિત સશસ્ત્ર દળોનો અધિકારી કે સભ્ય હોય ત્યારે કેન્દ્ર સરકારી મંજૂરી

(ખ) તે સિવાયના કિસ્સામાં રાજય સરકારની મંજૂરી

(૨) નીચે પ્રમાણે કરનારે તે કારણે જ ગુનો કર્યો ગણાશે નહીં

(ક) સદરહુ કોઇ કલમ હેઠળ શુધ્ધબુધ્ધિથી કાયૅ કરતા કોઇ એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ કે પોલીસ અધિકારીએ

(ખ) કલમ ૧૨૯ કે કલમ ૧૩૦ હેઠળની માંગણી મુજબ

શુધ્ધબુધ્ધિથી કોઇ કૃત્ય કરનાર કોઇ વ્યકિતએ

(ગ) કલમ ૧૩૧ હેઠળ શુધ્ધબુધ્ધિથી કાયૅ કરતા કોઇ સશસ્ત્ર દળના અધિકારીએ

(ઘ) પોતે જેનુ પાલન કરવા બંધાયેલો હોય તે હુકમનુ પાલન કરવા માટે કોઇ કૃત્ય કરતા સશસ્ત્ર દળના કોઇ સભ્ય

(૩) આ કલમમાં અને આ પ્રકરણની ઉપરની કલમોમાં (ક) સશસ્ત્ર દળ એટલે ભુમિદળ તરીકે કામ કરતુ ભુમિદળ નૌકાદળ અને હવાઇદળ અને તેમા એ રીતે કામ કરતા સંઘના બીજા કોઇ પણ સશસ્ત્ર દળનો સમાવેશ છે

(ખ) સશસ્ત્ર દળના સબંધમાં અધિકારી એટલે સશસ્ત્ર દળના કોઇ અધિકારી તરીકે કમિશન ધરાવનાર રાજપત્રિત કે પગારદાર વ્યકિત અને તેમા કમિશન ધરાવનાર જુનિયર અધિકારીનો વોરંટ અધિકારીનો પેટિ ઓફિસરનો અને કમિશન નહિ ધરાવનાર અધિકારીનો અને બિન રાજપત્રિત અધિકારીનો સમાવેશ થાય છે.

(ગ) સશસ્ત્ર દળની બાબતમાં સભ્ય એટલે અધિકારી ન હોય તેવી સશસ્ત્ર દળમાંની વ્યકિત"