
ત્રાસદાયક બાબત દૂર કરવા માટે શરતી હુકમ
"(૧) કોઇ જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા પેટા વિભાગીય મેજિસ્ટ્રેટ અથવા રાજય સરકારે આ અથૅ જેને ખાસ અધીકારી આપેલ હોય તે બીજા કોઇ એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટને પોલીસ અધિકારીનો રિપોટૅ અથવા બી માહિતી મળ્યા ઉપરથી અને પોતાને લેવાનુ યોગ્ય લાગે તેવો કોઇ પુરાવો લીધા પછી એમ લાગે કે
(ક) લોકો જેનો કાયદેસર રીતે ઉપયોગ કરતા કે કરી શકતા હોય તેવા કોઇ રસ્તા નદી કે નાળામાંથી અથવા કોઇ જાહેર જગ્યાએથી કોઇ ગેરકાયદેસરની અડચણ અથવા ત્રાસદાયક બાબત દૂર કરવી જોઇશે અથવા
(ખ) કોઇ વેપાર કે ધંધો ચલાવવો અથવા કોઇ માલ કે વેપારી માલ રાખવો સમાજની તંદુરસ્તી કે શારીરિક સુખાકારી માટે નુકશાનકારક છે અને એટલા ખાતર તે વેપાર કે ધંધાની મનાઇ કરવી જોઇએ અથવા તેનુ નિયમન કરવુ જોઇએ અથવા તે માલ કે વેપારી માલ દૂર કરવો જોઇએ કે તેને રાખવાનુ નિયમન કરવુ જોઇએ અથવા
(ગ) આગ લાગવાનો કે ધડાકો થવાનો સંભવ હોય એવુ કોઇ મકાનનુ બાંધકામ થતુ અથવા કોઇ પદાથૅનો નિકાલ થતો અટકાવવો કે બંધ કરવો જોઇએ અથવા
(ઘ) કોઇ મકાન તંબુ કે ઇમલો અથવા કોઇ ઝાડ એવી સ્થિતિમાં છે કે તે પડી જઇને આજુબાજુમાં રહેનાર અથવા ધંધો કરનાર રોજગાર કરનાર વ્યકિતઓને અને રાહદારીઓને ઇજા પહોચાડે એવો સંભવ છે અને એટલા માટે તે મકાન તંબુ કે ઇમલાને દૂર કરવો તેની મરામત કરવી કે તેને ટેકો દેવા અથવા તે ઝાડને દૂર કરવુ કે તેને ટેકા દેવા જરૂરી છે અથવા
(ચ) એવા કોઇ રસ્તા કે જાહેર સ્થળની બાજુમાં આવેલા તળાવ કુવા કે ખોદાણની એવી રીતે વાડ કરી લેવી જોઇએ કે જેથી લોકોને ભય ઊભો ન થાય અથવા
(છ) કોઇ ઝનુની પ્રાણીનો નાશ કરવો જોઇએ અથવા તેને પુરી રાખવુ કે તેનો બીજી રીતે નિકાલ કરવો જોઇએ
ત્યારે મેજિસ્ટ્રેટ તે અડચણ કે ત્રાસદાયક કૃત્ય કરનારને અથવા તે વેપાર કે ધંધો કરનારને અથવા તે માલ કે વેપારી માલ રાખનારને અથવા તે મકાન તંબુ ઇમલા પદાથૅ તળાવ કૂવો કે ખોદકામના માલિક કબજેદાર કે તેનુ નિયંત્રણ કરનારને અથવા તે પ્રાણી કે ઝાડના માલિકને કે કબજેદારને શરતી હુકમ । કરી તે હુકમમાં જણાવેલ સમયમાં
(૧) તે અડચણ કે ત્રાસદાયક બાબત દૂર કરવા અથવા
(૨) તે વેપાર કે ધંધો ન કરવા અથવા આદેશ આપવામાં આવે તે રીતે તેને ખસેડવા કે તેનુ નિયમન કરવા અથવા આદેશ આપવામાં ઓ એ રીતે તે માલ કે વેપારી માલ દૂર કરવા કે તે રાખવાનુ નિયમ કરવા અથવા
(૩) તે મકાનનુ બાંધકામ અટકાવવા કે બંધ કરવા અથવા તે પદાથૅનો નિકાલ કરવામાં ફેરફાર કરવા અથવા
(૪) તે મકાન તંબુ કે ઇમલો દૂર કરવા તેની મરામત કરવા અથવા તેને ટેકા દેવા અથવા તે ઝાડને દૂર કરવા કે તેને ટેકા દેવા અથવા
(૫) તે તળાવ કુવા કે ખોદકામને વાડ કરી લેવા અથવા
(૬) તે ઝનુની પ્રાણીનો સદરહુ હુકમમાં જણાવ્યા પ્રમાણે નાશ કરવા તેને પુરી રાખવા કે તેનો નિકાલ કરવા
ફરમાવી શકશે અથવા જો તેમ કરવા સામે તે વ્યકિતને વાંધો હોય તો સદરહુ હુકમમાં દશૅવેલા સમયે અને સ્થળે પોતાની સમક્ષ અથવા પોતાની સતા નીચેના બીજા કોઇ એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવા અને આ અધિનિયમમાં હવે પછી જણાવેલી રીતે તે હુકમ શા માટે કાયમ ન કરવો જોઇએ તેનુ કારણ દશૅાવવા ફરમાવી શકશે (૨) આ કલમ હેઠળ મેજિસ્ટ્રેટ યોગ્ય રીતે કરેલા હુકમ સામે કોઇ દીવાની કોટૅમાં વાંધો ઉઠાવી શકાશે નહીં.
સ્પષ્ટીકરણઃ- જાહેર જગ્યામાં રાજયની માલિકીની મિલકતનો પડાવ મેદાનો અને સ્વચ્છતા કે મનોરંજન માટે ખાલી રાખેલા મેદાનનો પણ સમાવેશ થાય છે."
Copyright©2023 - HelpLaw