જેને હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિતએ તેનુ પાલન કરવા અથવા કારણ દર્શાવવા બાબત - કલમ : ૧૩૫

જેને હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિતએ તેનુ પાલન કરવા અથવા કારણ દર્શાવવા બાબત

"જેની વિરૂધ્ધ એવો હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિતએ (ક) તે હુકમથી આદેશ આપવામાં આવ્યો હોય તે કાયૅ હુકમમાં નિર્દિષ્ટ કરેલા સમયમાં અને તે રીતે કરવુ જોઇશે અથવા (ખ) તે હુકમ અનુસાર હાજર થઇને તેની વિરૂધ્ધ કારણ દશૅાવવુ જોઇશે"