સાવૅજનિક હક હોવાનો ઇન્કાર કરવામાં આવે ત્યારે અનુસરવાની કાયૅરીતિ - કલમ : ૧૩૭

સાવૅજનિક હક હોવાનો ઇન્કાર કરવામાં આવે ત્યારે અનુસરવાની કાયૅરીતિ

"(૧) જયારે કોઇ માગૅ નદી નાળા અથવા જગ્યાનો ઉપયોગ કરતા લોકોને થતી અડચણ ત્રાસ કે જોખમ નિવારવા માટે કલમ ૧૩ હેઠળ હુકમ કરવામાં આવે ત્યારે જેની વિરૂધ્ધ હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિત પોતાની સમક્ષ હાજર થયે મેજિસ્ટ્રેટે તેને પુછવુ જોઇશે કે સદરહુ માગૅ નદી નાળા અથવા જગ્યા અંગે કોઇ સાવૅજનિક હક હોવાનો તે ઇન્કાર કરે છે કે કેમ અને તે ઇન્કાર કરે તો મેજિસ્ટ્રેટ કલમ ૧૩૮ હેઠળ કાયૅવાહી કરતા પહેલા તે બાબતમાં તપાસ કરવી જોઇશે

(૨) એ તપાસમાં મેજિસ્ટ્રેટને એમ જણાય કે તે ઇન્કારના સમથૅનમાં વિશ્ર્વાસપાત્ર પુરાવો છે તો એવો હક હોવા બબતમાં કાયદેસર સતા ધરાવતી કોટૅ નિણૅય ન કરે ત્યાં સુધી તેણે કાયૅવાહી થંભાવવી જોઇશે અને તેને એમ જણાય કે એવો પુરાવો નથી તો કલમ ૧૩૮માં જણાવ્યા પ્રમાણે તેણે કાયૅવાહી કરવી જોઇશે

(૩) પેટા કલમ (૧) હેઠળ મેજિસ્ટ્રેટ તરફથી કોઇ વ્યકિતને પુછવામાં આવે ત્યારે તેણે મેજિસ્ટ્રેટના પ્રશ્નમાં ઉલ્લેખેલો સાવૅજનિક હક હોવાનો ઇનકાર ન કયૅા હોય અથવા જેણે એ રીતે ઇન્કાર કયૅ પછી તેના સમથૅનમાં વિશ્રવાસપાત્ર પુરાવો ન હોય તે વ્યકિતને ત્યાર પછીની કાયૅવાહીમાં એવો ઇન્કાર કરવાની છુટ આપી શકાશે નહીં"