તે વ્યકિત કારણ દશૅાવવા માટે હાજર થાય ત્યારે અનુસરવાની કાર્યરીતિ - કલમ: ૧૩૮

તે વ્યકિત કારણ દશૅાવવા માટે હાજર થાય ત્યારે અનુસરવાની કાર્યરીતિ

"(૧) કલમ ૧૩૩ હેઠળ જેની વિરૂધ્ધ હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિત હાજર થઇને તે હુકમ વિરૂધ્ધ કારણ દશૅાવે તો મેજિસ્ટ્રેટે તે બાબતમાં સમન્સ કેસમાં લેવાય છે તે મુજબ પુરાવો લેવો જોઇશે (૨) મેજિસ્ટ્રેટને એવી ખાતરી થાય કે મુળ હુકમ અથવા પોતે જરૂરી ગણે એવા ફેરફારો સાથેનો હુકમ વાજબી અને યોગ્ય છે તો યથાપ્રસંગ ફેરફારો વિના અથવા એ ફેરફારો સહિત તે હુકમ કાયમ કરવામાં આવશે

(૩) મેજિસ્ટ્રેટને એવી ખાતરી ન થાય તો તે બાબતમાં આગળ કાયૅવાહી કરવામાં આવશે નહીં."