હુકમ કાયમ થતા કાયૅરીતિ અને તેની અવજ્ઞાનુ પરિણામ - કલમ : ૧૪૧

હુકમ કાયમ થતા કાયૅરીતિ અને તેની અવજ્ઞાનુ પરિણામ

"(૧) કલમ ૧૩૬ કે કલમ ૧૩૮ હેઠળ હુકમ કાયમ કરવામાં આવ્યો હોય ત્યારે જેની વિરૂધ્ધ હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિતને મેજિસ્ટ્રેટ તે હુકમની નોટીશ આપીને તે હુકમથી આદેશ આપ્યો હોય તે કાયૅ નોટીશમાં નિયમ કરેલા સમયમાં કરી લેવા વધુમાં ફરમાવવુ જોઇશે અને હુકમની અવજ્ઞા થશે તો તે ભારતના ફોજદારી અધિનિયમની કલમ ૧૮૮માં ઠરાવેલી શિક્ષાને પાત્ર થશે એવી તેને જાણ કરવી જોઇશે (૨) નિયત સમયમાં એવુ કાયૅ કરવામાં ન આવે તો મેજિસ્ટ્રેટ તે કરાવી લઇને તેમ કરવાનો ખચૅ પોતાના હુકમથી દૂર કરવામાં આવેલી ઇમારત માલ કે બીજી મિલકતનુ વેચાણ કરીને અથવા મેજિસ્ટ્રેટની સ્થાનિક હુકમની અંદરની કે બહારની તે વ્યકિતની કોઇ જંગમ મિલકત જપ્તીમાં લઇ તેનુ વેચાણ કરીને વસુલ કરી શકશે અને એવી બીજી મિલકત એવી હકુમતની બહાર હોય તો જપ્તીમાં લેવાની મિલકત જે મેજિસ્ટ્રેટની સ્થાનિક હકુમતમાં આવેલી હોય તે મેજિસ્ટ્રેટ તે અંગેના હુકમ નીચે શેરો કરે ત્યારે તેવા હુકમથી તેના જપ્તી અને વેચાણ અધિકૃત ગણાશે (૩) આ કલમ હેઠળ શુધ્ધબુધ્ધિથી કરેલા કોઇ કાયૅ અંગે દાવો થઇ શકશે નહીં."