તપાસ દરમ્યાન મનાઇ હુકમ - કલમ: ૧૪૨

તપાસ દરમ્યાન મનાઇ હુકમ

"(૧) કલમ ૧૩૩ હેઠળ હુકમ કરનાર મેજિસ્ટ્રેટને એમ લાગે કે લોકો ઉપર તોળાઇ રહેલા ગંભીર પ્રકારના જોખમ કે નુકશાનને અટકાવવા માટે તાત્કાલિક પગલા લેવા જોઇએ તો તેની વિરૂધ્ધ એવો હુકમ કર્યો હોય તે વ્યકિતને તે બાબતનો નિણૅય થતા સુધી એવુ જોખમ કે નુકશાન થતુ ટાળવા અથવા અટકાવવા માટે તે મનાઇ હુકમ આપી શકશે

(૨) તે વ્યકિત એવા મનાઇ હુકમનુ તરત પાલન ન કરે તો મેજિસ્ટ્રેટ એવુ જોખમ કે નુકશાન થતુ ટાળવા અથવા અટકાવવા પોતાને યોગ્ય લાગે તે ઉપાય પોતે કરી શકશે અથવા કરાવી શકશે (૩) આ કલમ હેઠળ મેજિસ્ટ્રેટ શુધ્ધબુધ્ધિથી કરેલો કોઇ કાયૅ અંગે દોવો થઇ શકશે નહીં"