
સામુહિક કવાયત કે કોઇ સામુહિક સરઘસ કાઢવા હથિયાર સાથે જાહેર સ્થળે ફરવા પર પ્રતિબંધ
"(૧) જિલ્લા મેજિસ્ટ્રેટ જયારે તેમને જાહેર શાંતિ જાળવવા અથવા જાહેર સલામતી અથવા જાહેર વ્યવસ્થા જાળવવાનુ જરૂરી જણાય ત્યારે તેઓ જાહેર નોટીશ દ્રારા અથવા હુકમ દ્રારા તેમને હકુમતની સ્થાની હદના કોઇ વિસતારમાં કોઇ સરઘસમાં હથિયારો લઇ જવા પર પ્રતિબંધ મુકી શકશે અથવા કોઇ સરઘસ આયોજિત કરવા કે ધરાવવા કે તેમા ભાગ લેવા કોઇ જાહેર જગ્યામાં વિપુલ પ્રમાણમાં કવાયત કરાવવા કે વિપુલ પ્રમાણમાં હથિયાર સાથે તાલીમ આપવા પર પત્રિબંધ મુકી શકશે
(૨) આ કલમ હેઠળ જાહેર નોટીશ કોઇ સમાજ પક્ષકાર કે સંસ્થાને લગતી કોઇ ચોકકસ વ્યકિત કે વ્યકિતઓને આદેશ કરતી કરી શકશે કરવામાં આવેલ હુકમ કે કાઢવામાં આવેલી કોઇ
(૩) આ કલમ હેઠળ કોઇ પણ કાઢવામં આવેલી જાહેર નોટીશ કે કરવામાં આવેલ હુકમ તે કાઢયા કે કયૅ તારીખથી ત્રણ માસ કરતા વધારે અમલમાં રહી શકે નહિ
(૪) રાજય સરકારને જયારે તેમને જાહેર શાંતિ જાળવવા કે જાહેર સલામતી અથવા જાહેર વ્યવસ્થા જાળવવાનુ જરૂરી જણાય ત્યારે જાહેરનામા દ્રારા આદેશ આપી શકશે કે આ કલમ હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્રારા કરવામાં આવેલ હુકમ કે કાઢવામાં આવેલી જાહેર નોટીશ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા કરવામાં આવેલ હુકમ કે કાઢવામાં આવેલી નોટીશની કે તારીખથી ૬ માસ કરતા વધારે નહિ તેવા વધુ સમય માટે અમલમાં રહેશે તે અમલ આદેશ માટે તે જાહેરનામામાં નિર્દિષ્ટ કા મુજબ તેનો અંત આવશે
(૫) રાજય સરકાર સામાન્ય કે ખાસ હુકમ દ્રારા લાદવાનુ યોગ્ય લાગે તેવા આદેશો અને આવા અંકુશને આધિન રહીને પોતાની સતાઓ પેટા કલમ (૪) હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપી શકશે
સ્પષ્ટીકરણઃ- હથિયારો શબ્દનો અથૅ ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ (૧૮૬૦નો ૪૫મો) ની કલમ ૧૫૩(કક) માં આપેલ ગણાશે.)"
Copyright©2023 - HelpLaw