જમીન કે પાણી અંગેની તકરારથી સુલેહનો ભંગ થવા સંભવ હોય ત્યારે કાયૅરીતિ - કલમ: ૧૪૫

જમીન કે પાણી અંગેની તકરારથી સુલેહનો ભંગ થવા સંભવ હોય ત્યારે કાયૅરીતિ

"(૧) પોલીસ અધિકારીના રિપોટૅ ઉપરથી અથવા બીજી માહિતી ઉપરથી કોઇ એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટને ખતરી થાય કે પોતાની સ્થાનિક હકુમતમાં કોઇ જમીન કે પાણી અથવા તેની હદ અંગે જેનાથી સુલેહનો ભંગ થાય એવી તકરાર ચાલે છે ત્યારે તેણે પોતાને એવી ખાતરી થવાના કારણો જણાવી લેખિત હુકમ કરીને એવી તકરાર સાથે સબંધ ધરાવતા પક્ષકારોને નિર્દિષ્ટ કરેલી તારીખે અને સમયે જાતે કે વકીલ મારફત પોતાની કોટૅમાં હાજર થવા અને તકરારી મિલકત ખરેખર કોના કબજામાં છે તે હકીકત અંગે પોતાના હક દાવાના લેખિત કથન રજુ કરવા ફરમાવવુ જોઇશે (૨) આ કલમના હેતુઓ માટે જમીન કે પાણી એ શબ્દોમાં મકાનો બજારો મત્સ્યક્ષેત્રો પાક અથવા જમીનની બીજી પેદાશ અને એવી કોઇ મિલકતના ભાડા કે નફાઓનો સમાવેશ થાય છે

(૩) તે હુકમની એક નકલ મેજિસ્ટ્રેટ આદેશ આપે તે વ્યકિત કે વ્યકિતઓ ઉપર સમન્સ બજાવવા માટે આ અધિનિયમમાં ઠરાવેલી રીતે બજાવવી જોઇશે તેની એક નકલ મિલકત હોય તે સ્થળે નજીકમાં સહેલાઇથી દેખાય તેવી જગ્યાએ ચોડીને પ્રસિધ્ધ કરવી જોઇએ

(૪) ત્યાર પછી મેજિસ્ટ્રેટે એવા કોઇ પક્ષકારના તકરારી મિલકતના કબજા હકના ગુણદોષ કે હક દાવાઓમાં ઊતયૅ વિના રજુ થયેલા કથનો જોવા જોઇશે પક્ષકારોને સાંભળવા જોઇશે તેઓ રજુ કરે તે તમામ પુરાવા લેવા જોઇશે પોતે જરૂરી ગણે તેવા વધુ પુરાવા હોય તો તે લેવા જોઇશે અને શકય હોય તો પેટા કલમ (૧) હેઠળ પોતે કરેલા હુકમની તારીખે તકરારી મિલકત પક્ષકારો પૈકીના કોઇના કબજામાં હતી કે કેમ અને જો તેમ હોય તો કોના કબજામાં હતી તેનો નિણૅય કરવો જોઇશે

પરંતુ મેજીસ્ટ્રેટને અવુ જણાય કે પોલીસ અધિકારીનો રિપોટૅ કે બીજી માહિતી પોતે મળી તે તારીખની તરત પહેલાના બે મહિના દરમ્યાન અથવા તે તારીખ પછી અને પેટા કલમ (૧) હેઠળના તેના હુકમની તારીખ પહેલા કોઇ પક્ષકાર પાસેથી બળજબરીથી અને ગેરકાયદે કબજો છીનવી લેવામાં આવ્યો છે તો તેવી રીતે જેની પાસેથી કબજો છીનવી લેવામાં આવ્યો છે તો તેવી રીતે જેની પાસેથી કબજો છીનવી લીધેલ હોય તે પક્ષકારને પેટા કલમ (૧) હેઠળના તેના હુકમની તારીખે કબજેદાર પક્ષકાર તરીકે ગણી શકશે (૫) ઉપયુકત કોઇ તકરાર ચાલુ નથી અથવા ચાલુ ન હતી તેવુ દશૅવવામાં