જમીન કે પાણીના ઉપયોગના હક અંગેની તકરારો - કલમ : ૧૪૭

જમીન કે પાણીના ઉપયોગના હક અંગેની તકરારો

"(૧) પોલીસ અધિકારીના રિપોટૅ ઉપરથી કે બીજી માહિતી ઉપરથી કોઇ એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટને જયારે પણ ખાતરી થાય કે પોતાની સ્થાનિક હકુમતની અંદરની કોઇ જપ્તી કે પાણીના વપરાશના સુખાધિકાર તરીકેના કે અન્ય પ્રકારના કોઇ કહેવાતા હક સબંધમાં સુલેહનો ભંગ થવા સંભવ હોય તેવી તકરાર ચાલે છે તો તેણે પોતાને એ રીતે ખાતરી થવાના કારણો જણાવી અને લેખિત હુકમ કરીને એવી તકરાર સાથે સબંધ ધરાવતા પક્ષકારોને નિર્દિષ્ટ કરેલી તારીખે અને સમયે જાતે કે વકીલ મારફત પોતાની કોટૅમાં હાજર થવા અને પોત પોતાના હક દાવાનુ લેખિત નિવેદન રજુ કરવા ફરમાવવુ જોઇશે

સ્પષ્ટીકરણઃ- જમીન કે પાણીનો નિકાલ નો અથૅ કલમ ૧૪૫ની પેટા કલમ (૨)માં તેનો જે અથૅ કરવા ઠરાવેલ છે તે જ છે

(૨) મેજિસ્ટ્રેટ ત્યાર પછી એ રીતે રજુ થયેલા નિવેદનો વાંચી પક્ષકારોને સાંભળી તેઓ પોતપોતાના રજુ કરે તે તમામ પુરાવા લઇ એવા પુરાવાની અસર બાબત વિચારી પોતાને જરૂરી લાગે તેવો વધુ પુરાવો હોય તો તે લઇને અને શકય હોય તો એવો હક છે કે કેમ તેનો નિણૅય કરવો જોઇએ અને એવી તપાસની બાબતમં કલમ ૧૪૫ની જોગવાઇઓ શકય હોય ત્યાં સુધી લાગુ પડશે.

(૩) તે મેજિસ્ટ્રેટને એવુ જણાય કે એવો હક છે તો તેવા હકનો ભોગવટો કરવામં દખલગીરી ન કરવાનો તે હુકમ કરી શકશે અને યોગ્ય હોય ત્યારે એવા કોઇ પણ હકના ભોગવટામાં અડચણ હોય તો તેને દૂર કરવાના હુકમનો પણ તેમા સમાવેશ કરી શકશે પરંતુ એવા હક વર્ષ દરમિયાન ગમે તે સમયે ભોગવી શકાય તેવો હોય ત્યારે જેના ઉપરથી પોલીસ તપાસ શરૂ થયેલ હોય તે પોલીસ અધિકારીનો રિપોટૅ કરે બીજી માહિતી પેટા કલમ (૧) હેઠળ મળ્યાની તરત પહેલાના ત્રણ મહિનાની અંદર એવો હક ભોગવવામાં આવ્યો નહોય તો અથવા તે હક ફકત અમુક મોસમોમાં કે અમુક પ્રસંગોએ ભોગવી શકાય તેવો હોય ત્યારે

(૪) કલમ ૧૪૫ની પેટા કલમ (૧) હેઠળ શરૂ કરાયેલ કોઇ પણ કાયૅવાહીમા મેજિસ્ટ્રેટને એવુ જણાય કે તકરાર જમીન કે પાણીનો ઉપયોગ કરવાના કહેવાતા હક સાથે સબંધ ધરાવે છે ત્યારે પોતાના કારણોની નોંધ કયૅ પછી તે કાયૅવાહી પેટા કલમ (૧) હેઠળ શરૂ કરવામાં આવી હોય તેમ તેને ચાલુ રાખી શકશે અને પેટા કલમ (૧) હેઠળ શરૂ કરાયેલ કોઇ કાયૅવાહીમાં મેજિસ્ટ્રેટને એવુ જણાય કે તકરારની તજવીજ કલમ ૧૪૫ હેઠળ થવી જોઇએ તો પોતાના કારણોની નોંધ કા પછી તે કાયૅવાહી કલમ ૧૪૫ની પેટા કલમ (૧) હેઠળ શરૂ કરવામાં આવી હોય તેમ તેને ચાલુ રાખી શકાશે"