સ્થાનિક તપાસ - કલમ: ૧૪૮

સ્થાનિક તપાસ

"(૧) કલમ ૧૪૫ કલમ ૧૪૬ કે કલમ ૧૪૭ના હેતુઓ માટે સ્થાનિક તપાસ કરવી જરૂરી જણાય ત્યારે કોઇ જિલ્લા મેજિસ્ટ્રેટ કે પેટા વિભાગીય મેજિસ્ટ્રેટ પોતાની સતા નીચેના કોઇ મેજિસ્ટ્રેટને તપાસ કરવાનુ સોપી શકશે અને તેના માગૅદશૅન માટે જરૂરી જણાય એવી લેખિત સુચનાઓ તેને આપી શકશે અને તપાસનો જરૂરી ખચૅ પુરેપુરો કે અંશતઃ કોણે ભરવો તે જાહેર કરી શકશે

(૨) એ રીતે તપાસ કરવાનુ જેને સોપ્યુ હોય તે વ્યકિતને રિપોટૅ કે કેસમાં પુરાવા તરીકે ધ્યાનમાં લઇ શકાશે

(૩) કલમ ૧૪૫ કલમ ૧૪૬ કે કલમ ૧૪૭ હેઠળની કોઇ કાયૅવાહીના બીજા કોઇ પક્ષકારને કંઇ ખચૅ થયો હોય ત્યારે તે ખચૅ પક્ષકારે ભરવો કે કાયૅવાહીના બીજા કોઇ પક્ષકારે ભરવો અને તે પુરેપરો કે અંશતઃ કે ફાળે પડતો ભરવો તે અંગે નિણૅય આપનાર મેજિસ્ટ્રેટ આદેશ આપી શકશે અને એવા ખચૅમાં કોટૅ વાજબી ગણે તેવા સાક્ષીઓ અને વકીલની ફી અંગે થયેલ ખચૅનો સમાવેશ થઇ શકશે"