કામચલાઉ નિવાસ કરનારાઓને મળતી પરમીટો અંગે આ કાયદા મુજબ
(૧) રાજય સરકાર નિયમો નકકી કરે કે લેખિત આદેશ અનુસાર પરદેશી દારૂના ઉપયોગ કરવા કે પીવા માટે કામચલાઉ નિવાસ કરનારાઓને પરમીટ નીચે જણાવેલ શરતોને આધિન કરી આપવા માટે કોઇ અધિકારીને અધિકૃત કરી શકશે
(એ) આવી વ્યકિત પુખ્ત વયથી નીચેની વય ધરાવતી ન હોય
(બી) રદ કરેલ છે.
(સી) (૧) આવી વ્યકિત આવો દારુ સામાન્ય સંજોગોમાં વપરાશ માટે લેતા હોય કે પીતા હોય એવા ભારત બહારના પરપ્રાંતના જન્મેલ હોય કે ઉછેર પામેલ હોય કે તે ત્યાંના રહેવાસી હોય કે
(૨)આવી વ્યકિતનુ નામ વિદેશીઓના નોકરી અંગેનો કાયદો સને – ૧૯૩૯ મુજબ પરદેશીઓના રજીસ્ટરમાં નોંધણી થયેલ હોવુ જોઇએ અને તેનો અધિવાસ ભારતની બહાર હોવો જોઇએ
પરંતુ પેટ-ખંડ (૧) કે (૨) મુજબ આવનાર કોઇ વ્યકિતની બાબત.
(એ-૧) આવી વ્યકિત પરદેશથી ભારતીય હંગામી રહેતી હોય તથા રહેવા માંગતી હોય અને ભારત બહારના કોઇપણ દેશમાં એક માત્ર કે સ્થાયી ઘર રાખવાનો આવી વ્યકિતનો ચોકકસ તથા નિક્તિ ઉદેશ હોવો જોઇએ અને (બી-૧) આવી વ્યકિત સામાન્ય રીતે આવા દારૂનો ઉપયોગ કરતી કે પીતી હોવી જોઇએ છે.
(૨) રદ કરેલ
(૩) આવી પરમીટ નકકી કરેલ જથ્થા માટે આપી શકશે (૪) કોઇ કિસ્સામાં આ જ કલમની પેટ કલમ (૧) ના ખંડ (એ) અથવા (સી) થી નકકી કરેલ શરતો પૂણૅ થઇ ગઇ છે કે કેમ એ અંગે કોઇ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે પ્રશ્નના નિકાલ રાજય સરકાર કરશે અને તેનો ચુકાદો છેવટનો ગણાશે
સ્પષ્ટીકરણઃ રદ કરેલ છે.
Copyright©2023 - HelpLaw