આકસ્મિક ઊભા થતા પ્રસંગ માટેની પરમીટ અંગે - કલમ:૪૦-બી

આકસ્મિક ઊભા થતા પ્રસંગ માટેની પરમીટ અંગે

આ કાયદા મુજબ (૧) રાજય સરકાર નિયમોથી કે લેખિત આદેશથી આકસ્મિક પ્રસંગોએ તબીબી ઉપયોગ અથૅ કોઇ વ્યકિતને તેનો પોતાના અંગત ઉપયોગ માટે કે પીવા માટે કે કુટુંબના વડીલ સભ્યનો પોતાના કુટુંબના ઉપયોગ માટે બ્રાન્ડી રમ કે શેમ્પેઇન કે બીજા અન્ય કોઇ પ્રકારના દારૂનો ઉપયોગ કરવા કે પીવા માટે આકસ્મિક પ્રસંગ માટે પરમીટ આપવા માટે

કોઇ અધિકારીને અધિકૃત કરી શકાશે પરંતુ આ કલમ મુજબ જેને પરમીટ આપવામાં આવી હોય તેવી વ્યકિત જેના સબંધે પરમીટ મળેલ હોય તે દારૂનો નકકી કયૅ મુજબની શરતો આધીન રહી ઉપયોગ આકસ્મિક પ્રસંગોએ તથા તબીબી ઉદેશો માટે કરવાની જરૂરિયાત હોય તેવી બીજી અન્ય કોઇ વ્યકિતને તેવા દારૂનો ઉપયોગ કરવા દેવાશે તથા પીવા દઇ શકાશે

વિશેષમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે આવી પરમીટ કોઇ એકી વખતે કુટુંબના એક સભ્યથી વધારે વ્યકિતને આપી શકશે નહિ.