વિદેશી રાજાઓ વિગેરેને વિશિષ્ટ પરમીટ આપવા બાબત અંગે
આ કાયદા મુજબ રાજય સરકાર કે કોઇ વ્યકિત (એ) પરદેશી દેશનો રાજા કે વડો હોય (બી) પરદેશી દેશનો રાજદુત રાજનાયક દૂત કેન્સલ કે માનદ કોન્સલ કે વેપાર કે વાણિજયનો કે બીજા કોઇ પ્રતિનિધિ હોય
(સી) ખંડ (એ) તથા (બી) માં નકકી કયૅ મુજબની કોઇ વ્યકિતએ નિમણૂક કરેલા કે તેમની તાબે નોકરી કરતો સ્ટાફ મેમ્બર હોય પણ તેને વિદેશી દારૂના ઉપયોગ કે ઉપભોગ માટે ખાસ પરમીટ આપી શકશે પંતુ જોગવાઇ કરવામાં આવી છે કે તે સભ્ય વિદેશી રાજયનો નાગરિક હોવો જોઇએ
(સી-૧) વિદેશી સરકારના સભ્યને (સી-૨) જે કોઇ આંતરદેશીય સંસ્થાને કે (આંતર રાષ્ટ્રિય સંસ્થાને) સયુકત રાષ્ટ્ર (ખાસ અધીકારો અને છુટછાટો) કાયદો ૧૯૪૭ (૪૬) ની રીતે કે તે મુજબ પ્રસંગોપાત ખાસ અધીકારો અને છુટછાટો આપવામાં આવ્યા હોય તેવી કોઇ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિને કે અધિકારીને તથા (ડી) ખંડ (એ) (બી) (સી સી-૧ કે સી-૨) માં દશૅવેલા કોઇ વ્યકિતને પત્ની કે પતિ હોય તેવી વ્યકિતઓ આશ્રિત હોય તેવો તેમનો કોઇ સગા હોય તેમને પરદેશી દારૂના ઉપયોગ માટે કે પીવા માટે વિશિષ્ટ પરમીટ આપી શકાશે
Copyright©2023 - HelpLaw