અમુક પરમીટ ધારકો વિદેશી દારૂનો ઉપયોગ કે ઉપભોગ કરે તેના નિયમન અંગે - કલમ:૪૩

અમુક પરમીટ ધારકો વિદેશી દારૂનો ઉપયોગ કે ઉપભોગ કરે તેના નિયમન અંગે

(૧) આ કાયદાની કલમ – ૪૦ (બી) સિવાયની બીજી અન્ય કોઇ જોગાવાઇઓ મુજબ આપેલી પરમીટ ધારકે જાહેર સ્થળે કે લોકોની અવરજવર કરે તેવી હોટલ કે સંસ્થાના ઓરડાઓમાં દારૂનો ઉપભોગ કરી શકશે નહીં

(૨) આ કાયદાની કલમ – ૪૦ (એ) મુજબ આપેલી પરમીટ ધરાવનારે પોતાની પાસેના દારુ અંગેના જથ્થાના કોઇપણ ભાગ બીજી કોઇ અન્ય વ્યકિતને ઉપયોગ કે ઉપભોગ કરવા દેશે નહિ.

(૩) આ કાયદાની કલમ – ૪૦ ૪૧ ૪૬ ૪૬(એ) અથવા ૪૭ મુજબ મેળવેલ પરમીટ ધારકે પરમીટ ધારકે પરમીટ મુજબ પોતે કબ્જે રાખેલ પરદેશી દારૂના જથ્થાના કોઇ ભાગનો ઉપયોગ જે વ્યકિત આ કલમો પેટેની કોઇ કલમ મુજબ પરમીટ ધારક હોય તેવી બીજી અન્ય કોઇ વ્યકિતને ઉપયોગ કરવા કે તેના ઉપભોગ કરવા દઇ શકશે

(૪) આ કાયદાની કલમ ૪૦ ૪૧૪૬ ૪૬(એ) કે ૪૭ મુજબ પરમીટ ધારકે (તેના કુટુંબના સભ્યોની કે તેના નોકરો ન હોય તેવી) જે વ્યકિતઓ ઉપર જણાવેલ પરમીટ ધારક ન હોય તેવી વ્યકિતએ જે કાંઇ વીધી કે બીજા મેળવડા કે વ્યકિતઓની કોઇ મંડળીમાં હાજરીમાં કોઇ વિધિ કે બીજા મેળવડા કે વ્યકિતઓની કોઇ મંડળીમાં કોઇ દારુ આપી શકશે નહીં.