કલબોને લાઈસન્સ મેળવવા બાબત અંગે
(૧) રાજય સરકાર નિયમોથી કે લેખિત આદેશથી રાજય સરકારે આ માટે મંજૂર કરેલી કલબને પરમીટ ધારક સભ્યોને વિદેશી દારુ વેચવા માટેના પરવાના આપી શકશે કે આપવા માટે કોઇ અધીકારની અધિકૃત કરી શકશે (૨) આ પ્રકારનો પરવાનો નીચે મુજબની શરતોને આધીન રહી આપવામાં આવશે .
(એ) રદ કરેલ છે
(બી) લોકોની અવરજવર થતી હોય તેવી કલબના કોઇ રૂમમાં પરમીટ ધારક સિવાયની કોઇ વ્યકિતની હાજરી હોય તે સમયે પરમીટ ધારકને દારુ આપી શકાશે નહીં. (સી) પરમીટ ધારક કોઇ સભ્યે કલબને લેખિત રીતે અધિકાર આપે ત્યારે દારૂનો છુટ આપેલ જથ્થો તેવા સભ્યો વતીથી કલબ પોતાની પાસે રાખી શકશે (ડી) રદ કરેલ છે.
Copyright©2023 - HelpLaw