ધાર્મિક વિધીના ઉદેશો માટેના અધીકારપત્ર અંગે આ કાયદા મુજબ
(૧) રાજય સરકાર નિયમોથી કે લેખિત આદેશથી ધામિક વિધિના ઉદેશો માટે દારૂના વપરાશ માટે કોઇપણ વ્યકિતને કોઇ અધિકારપત્ર આપવા માટે કોઇ અધિકારીને અધીકૃત કરી શકશે પણ આવી વ્યકિત જે જ્ઞાતિની હોય તે જ્ઞાતિના ધાર્મિક અભિપ્રાય મુજબ આવા દારૂનો ઉપયોગ જરૂરી છે તેવી ખાતરી આ રીતે અધિકૃત કરેલા અધિકારીને થવી જોઇશે
(૨) આ કલમ મુજબ અધીકાર પત્ર મેળવવા માંગનારે અરજી કરતા સમયે તે જે જ્ઞાતિની હોય તે જ્ઞાતિની તે અથૅ રાજય સરકાર માન્ય કરે તેવી વ્યકિતઓની ભલામણ પરથી આપવામાં આવશે
(૩) રદ કરેલ છે
(૪) કોઇ વ્યકિતએ ધાર્મિક વિધિના ઉદેશો માટે દારૂનો ઉપયોગ કરવાની જરૂર છે કે કેમ એ અંગે કોઇ તકરાર ઉદભવે તે આવા ઉપયોગ કરવાની જરૂરિયાત હોય તેવી વ્યકિત નિયામકને લેખિત અરજી કરી શકશે નિયામક પુરેપૂરી તપાસ કયૅ બાદ તે વ્યકિતને ધાર્મિક વિધિના ઉદેશ માટે દારૂની જરૂરિયાત છે કે કેમ તે અંગેનો અરજી કરી શકશે
(૫) આ જ કલમની પેટા કલમ (૪) મુજબ નિયામકનો નિણૅય આખરી ગણવાનો રહેશે
Copyright©2023 - HelpLaw