પ્રવાસના હેતુથી આવેલ પ્રવાસીને મળતી પરમીટ અંગે આ કાયદા મુજબ
(૧) રાજય સરકારે નકકી કયૅ મુજબના નિયમોથી કે લેખિત હુકમથી અધિકારીને વિદેશી દારૂની ખરીદી કબજો ઉપભોગ ઉપયોગી માટેના મુલાકાતીઓ માટેની પરમીટ એવી વ્યકિતઓને આપવા અધીકારીને અધિકૃત કરી શકશે જે વ્યકિત
(એ) (૧) પરદેશી દેશનો નાગરિક હોય કે ભારતીય નાગરિક હોય અને ભારતના જે ભાગમાં આલ્કોહોલીક દારુ પીવા માટે સામાન્ય રીતે કાયદાની મનાઇ ફરમાવેલ ન હોય તે ભાગમાં વસવાટ કરતા હોય તથા (૨) પરદેશી દેશનો નાગરિક હોય કે ભારતીય નાગરિક હોય તથા ભારતના જે ભાગમાં દારૂનો ઉપયોગ કરતો હોય અને
(બી) એક સપ્તાહ માટે વધુમાં વધુ રાજયમાં આવેલ હોય તે વ્યકિતને પરદેશી દારૂની ખરીદી કબજો ઉપયોગ કે ઉપભોગ માટે પ્રવાસીની પરમીટ આપવા અંગે કોઇ અધિકારીની અધિકૃત કરી શકશે (૨) સામાન્ય સંજોગોમાં આવી પરમીટ એક જ સમયે વધુમાં વધુ એક સપ્તાહની મુદત માટે આપવી પણ એકી સાથે વધુમાં વધુ એક સપ્તાહની મુદત અંગે સમય અનુસાર તે લંબાવી શકશે તેમ છતા પણ કૂલ મુદત સરેરાશ એક માસથી વધારે હોવી જોઇએ નહીં.
Copyright©2023 - HelpLaw