અધીકાર મેળવેલ અધિકારીની અમુક દાખલામાં પરવાનો પરમીટ તથા પાસ આપવાની સતા અંગે - કલમ:૫ર

અધીકાર મેળવેલ અધિકારીની અમુક દાખલામાં પરવાનો પરમીટ તથા પાસ આપવાની સતા અંગે

આ કાયદા મુજબ ગમે તે આ મુજબ હોય તેમ છતા રાજય સરકાર આ અથૅ અધીકાર આપેલા કોઇ અધિકારી આ કાયદાની જોગવાઇએ પૈકી કોઇ જોગવાઇ અનુસાર ખાસ રીતથી દશૉવ્યુ હોય તે સિવાયના અન્ય દાખલાઓમાં કોઇ નશાયુકત પદાથૅ ભાગ ગાંજો કે મહુડા કે કાકવીના આયાત નિકાસ કે હેરફેર કે કબ્જા કે ખરીદ વેચાણ વાવણી સંગ્રહ બનાવટ શીશીમાં ભરવા લેવા કે ઉપયોગ કરવા કે આવા વૃક્ષમાંથી તાડી કાઢવા માટેના પરવાના પાસ પરમીટો આપે તો તે કાયદેસરના ગણાશે