લાઈસન્સ પરવાના વગેરે માટેની સામાન્ય શરતો - કલમ:૫૩

લાઈસન્સ પરવાના વગેરે માટેની સામાન્ય શરતો

આ અધિનિયમ નીચે અપાયેલ કોઇપણ લાયસન્સો પરમીટ પાસો અથવા અધિકારપત્રો આ અધિનિયમ નીચે ઠરાવેલ નમૂનામાં હોવા જોઇએ અને આ કાયદાથી નિશ્ર્ચિત થયેલ શરતો ઉપરાંત અથવા તેમા ફેરફારો કરીને અથવા કોઇ શરતોના બદલે જે શરતો ઠરાવવામાં આવે તેને શરતોને આધિન નિયત કરેલ ફી ભયૅથી આપવામાં આવશે પરંતુ એવી જોગવાઇ કરવામાં આવી છે કે દરેક લાઈસન્સ પરવાના પરમીટો પાસ અથવા અધિકાર પત્રો અરજી કરનાર વ્યકિત બીધી જોગવાઇઓનુ પાલન કરવાની બાંહધરી આપશે અને લાઈસન્સ પરમીટ પાસ અથવા અધિકારપત્ર મંજુર કરનાર અધીકૃત અધિકારીને આવા લાઈસન્સ પરમીટ પાસ અથવા અધિકારપત્રની શરતોનુ અથવા અધિનિયમની બધી જોગવાઇનુ પાલન કરે તેવો સંભવ છે તેવો તેનો અભિપ્રાય હોય તો જ આપવામાં આવશે