પરવાનો અને પરમીટ રદ કરવા કે મોકુફી રાખવાની સતા અંગે - કલમ:૫૪

પરવાનો અને પરમીટ રદ કરવા કે મોકુફી રાખવાની સતા અંગે

(૧) આ કાયદા મુજબ નીચે જણાવેલ કારણની લેખિત નોંધ કરીને પરવાના પરમીટ પાસ કે અધિકાર પત્ર આપનાર અધિકારી તેને રદ કરી શકશે તેને મોકૂફ રાખી શકશે (એ) ધરાવનારે ભરવાપાત્ર કોઇ ફી કે જકાત યોગ્ય રીતે ભરપાઇ ન કરી હોય તો

(બી) જે હેતુ માટે આપવામાં અવોલ હોય તે હેતુનુ અસ્તિત્વ બંધ થાય તો

(સી) આ રીતે ધરાવનાર કે તેનો નોકરે કે તેના વતી અને થકી તેવી સીધી કે આડકતરી સંમતિ મુજબ કામ કરનાર કોઇ વ્યકિતએ આ અંગેની શરતોનુ ઉલ્લંઘન કરે તેવો પ્રસંગ ઉદભવ થાય તો

(ડી) જો તે ધરાવનાર કે એવા ધરાવનારની નોકરીમાં હોય તેવી કોઇપણ વ્યકિત કે તેના વતી સીધી કે આડકરતી પરવાનગી મુજબ કામ કરતી વ્યકિત આ કાયદા મુજબના ગુના સબબ ગુનેગાર નકકી થયેલ હોય કે પરવાનો પરમીટ પાસ કે અધિકારપત્ર ધારક કોઇ પોલીસ અધિકારના અને બીન જામીનપાત્ર એવો કોઇ ગુનાવતી કે હાનિકૉ ઔષધના કાયદા ૧૯૩૦ અનવ્યે દવા અને સૌંદયૅ સામાનનો કાયદો ૧૯૪૦ હેઠળના કે મુંબઇ દવા (નિયંત્રણ) કાયદા ૧૯૫૯ હેઠળના કોઇ ગુના સબબ કે ભારતીય વેપાર ચિન્હોનો કાયદો ૧૮૮૯ હેઠળના કોઇ ગુના સબબ કે ભારતીય ફોજદારી ધારાની કલમો ૪૮૨ થી ૪૮૯ સહિત શિક્ષાપાત્ર કોઇ ગુના અંગે કે એકટ્રોયનો કાયદો ૧૯૬૨ની કલમ ૧૧૧ના ખંડ (૪) દશૉવેલ કૃત્ય માટે અને તેવા કૃત્યમાં મદદ કરી કે વજન અંગે આ કાયદાની કલમ ૧૧૨ મુજબ શિક્ષાપાત્ર કોઇ ગુના બદલ તકસીરવાન કરે તો (ઇ) જો પરવાનો પરમીટ પાસ કે અધિકાર પત્ર જાણીબુઝીને ખોટી રજુઆતથી કે કપટી રીતે મેળવેલ હોય તો

(૨) કોઇ વ્યકિત પરવાના ધારક કે પરમીટ ધારકે કે પાસ ધારક કે અધિકારપત્ર ધારક હોય તો પેટા કલમ (૧) મુજબ રદ કરવામાં આવ્યા હોય તેવા પ્રસંગોએ ઉપરોકત જણાવેલ અધિકારી આ કાયદા મુજબ એવી વ્યકિતને આપેલા ગણી શકાય તેવા બીજા કોઇ પરવાના પરમીટ પાસ કે અધિકારપત્ર રદ કરી શકાશે

(૩) આ કલમમાં ગમે તે આ પ્રમાણે હોય તે છતા રાજય સરકાર કારણોની લેખિત નોંધ કરી કોઇ પરવાનો પરવાનો પરમીટ તપાસ કે અધિકારપત્ર મોકૂફ રાખી શકશે કે તે રદ કરી શકશે