પરવાના જપ્ત કરવા અંગે - કલમ:૫૭

પરવાના જપ્ત કરવા અંગે

આ કાયદા મુજબ કોઇ કલમમાં ગમે તે આ મુજબ હોય તેમ છતા જયારે કોઇ પરવાના ધારકે ભરવા પાત્ર કોઇ જકાત કે ફી ભરવામાં કસુર કષૅથી તે કલમ મુજબનો પરવાનો આપેલ અધિકારી તેવો પરવાનો રદ કરી શકશે અને પોતાના વ્યવસ્થા નીચે લઇ શકશે આ પ્રકારની રીતથી વ્યવસ્થા કરવાની થયેલો નફો પરવાના જપ્ત કરવા તથા તેની વ્યવસ્થા માટેનો તમામ ખચૅ આપ્યા બાદ જે બાકી રકમ અંગે પરવાનો જપ્ત કરવામાં આવ્યો તેની રકમ તથા આવા પરવાનાની બાકીની મુદત દરમ્યાન આવા પરવાના બદલ લેણી થતી હોય તેવી રકમ કરતા ઓછી હોય તો તફાવતે થતી રકમ તે કાયદાની જોગવાઇઓ અનુસાર વસુલ કરી શકાય તેવી જકાત કે હોય તેમ પરવાના ધારક પાસેથી વસુલાત કરવામાં આવશે તથા આ મળેલો નફો પરવાના મુજબ એવી રીતે લેવાની રકમ કરતા વધુ હોય તેવા પ્રસંગે પરવાના ધારકે આવા નફાનો કોઇ ભાગ મેળવવા હકકદાર રહેશે નહીં.