ઉત્પાદન વિગેરે ઉપર દેખરેખ રાખવા અંગે - કલમ:૫૮-એ

ઉત્પાદન વિગેરે ઉપર દેખરેખ રાખવા અંગે

આ કાયદા મુજબ રાજય સરકાર સામાન્ય કે વિશિષ્ટ આદેશથી ફરમાન કરી શકશે કે કોઇ નશાયુકત વસ્તુ વિકૃત કરેલા સ્પિરિટની બનાવટ ભાંગ ગાંજા મહુડા કે કાકવીના ઉત્પાદન આયાત નિકાસ હેરફેર જથ્થો રાખવા વેચાણ કે ખરીદી કરવા ઉપયોગમાં લેવા સંગ્રહ કરવા કે વાવણી કરવા તેમને નિમણૂક કરવા યોગ્ય લાગે તેવા નશાબંધી અને આબકારી કે પોલીસની દેખરેખ નીચે કરવા તથા આવા સ્ટાફનો ખચૅ આવા વ્યકિતએ રાજય સરકારને આપવાનુ રહેશે પણ રાજય સરકાર કોઇ વગૅની વ્યકિતઓ કે સંસ્થાઓને એવા સ્ટાફનો તમામ ખર્ચ કે ખચૅનો કોઇપણ ભાગ ભરવાથી મુકિત આપી શકશે