પરવાનેદારને કે માલિકને જથ્થાના નિકાલ માટેનુ ફરમાન નિયામકના હકકમાં રહેશે તે બાબત અંગે - કલમઃ૫૯

પરવાનેદારને કે માલિકને જથ્થાના નિકાલ માટેનુ ફરમાન નિયામકના હકકમાં રહેશે તે બાબત અંગે

આ કાયદા મુજબ

(૧) જે સમય મયૅાદા દરમ્યાન કોઇ પરવાનો પરમીટ પાસ કે અધિકાર પત્ર અમલી હોય તે સમય મૉાદા વિતેલ ન હોવા છતા નિયામકને ધારક આદેશમાં નકકી કરવાનુ આવે એવી તારીખ થી પહેલા તેના નશાયુકત પદાથૅ વિકૃત કરેલા સ્પિરીટની બનાવટ કે ભાંગ ગાંજા કે મહુડાના જથ્થાનો નિકાલ કરવાનો હુકમ કરી શકશે (૧-એ) નિયામક કોઇ પરવાનો પરમીટ કે પાસ કે અધિકારપત્ર ધારકો ન હોય તેવા કોઇ નશાવાળા પદાથૅ વિકૃત કરેલ સ્પિરીટની બનાવટ ભાંગ ગાંજો કે મહુડાના જથ્થાનો નિકાલ કરવા માટે પણ હુકમ કરી શકશે તથા માલિકે આવા હુકમ અંગેનુ પાલન કરવુ જોઇશે

(૨) એ રીતે નકકી કયૅ મુજબની તારીખ બાદ નશાવાળો પદાથૅ વિકૃત કરેલા સ્પિરિટની બનાવટ ભાંગ ગાંજા કે મહુડાના નિકાલ કયૅ વગર બાકી રહેલો જથ્થો જેમા તે રાખવામાં આવ્યો હોય તે વસ્તુઓ દાગીના સાથે નિયામકના કરવાનો હુકમ કરી શકશે

આદેશ મુજબ રાજય સરકાર દાખલ થવા પાત્ર રહેશે કોઇ પરવાનો પરમીટ પાસ કે અધિકારપત્ર રદ કરવામાં આવે તથા તેની સમયે મયૅાદા પૂરી થાય એટલે નિયામક પરવાનો પરમીટ પાસ કે અધિકારપત્ર ધારકોએ પોતાની પાસે રહેલા બાકીના નશાવાળા પદાથૅ વિકૃત કરેલા સ્પિરિટની બનાવટ ભાંગ ગાંજા કે મહુડાનો જથ્થો તે જેમા રાખવામાં આવેલ હોય તેવી વસ્તુઓ કે દાગીના સાથે રાજય સરકાર દાખલ

(૩) આ કલમની પેટા કલમ (૨) મુજબ સરકાર દાખલ કરેલી વસ્તુઓ વેચાણ કરવામાં આવે તો નિયામક પોતાની વાજબી લાગે તો આવી વસ્તુઓના વેચાણથી થતી બધી આવક કે તેનો કોઇ ભાગ તેના માલિકે આપવા માટેનો હુકમ કરી શકશે આ કાયદા મુજબ

(૪) આ કલમની પેટા કલમ (૧) (૧-એ) (૨) કે (૩) નીચે કોઇ ઓડૅર કે આદેશ આવા આદેશ કે ઓડૅરથી કોઇ વિપરીત પ્રકારની અસર થવાનુ સંભવિત લાગતુ હોય તો તેવી વ્યકિતને જે કાંઇ કહેવા માંગતી હોય તે કહેવા માટેની યોગ્ય તક આપવામાં આવી હોય તથા કરેલા આદેશ કે કરેલા ઓડૅરના કારણો નિયામકે લેખિત નોંધ્યા હોય તે વગર કરી શકશે નહિ.