મહુડાની આયાત નિકાસ વેચાણ હેરફેર વિગેરે માટે પ્રતિબંધ નિયંત્રણ અને નિયમન અંગે આ કાયદા મુજબ
(૧) કોઇ વ્યકિતએ કલેકટર કે અથૅ અધિકાર આપેલા અધિકારીએ આપેલ ખાસ પાસ મુજબ હોય તે વિના મહુડાની નિકાસ કે આયાત કરી શકાશે નહિ. મહુડાની હેરાફેરી કે વેચાણ કરવા વિગેરે માટે નિયંત્ર તથા
નિયમન અંગેઃ
(૨) કોઇ વ્યકિતએ કે કુટુંબના વડીલે પોતાના વતી અને થકી કે પોતાના કુટુંબના સભ્યોએ આ અથૅ કલેકટર કે અધિકૃત અધિકારીથી થયેલા પરવાના પરમીટ કે પાસના અધિકાર મુજબ તથા તેમાંથી શરતોને તાબે રહીને હોઇ એ વિના નકકી કરેલા વજનની મયૅાદા કરતા સરેરાશ વધુ હોય એવા જથ્થામાં મહુડાના સંગ્રહ કરી શકશે નહિ તથા તેની હેરાફેરી કશરે નહિ કે તેના વેચાણ કે ખરીદી કે પોતાના કબ્જામાં રાખી શકશે નહિ.
પરંતુ રાજય સરકાર રાજપત્રમાં જાહેરનામુ જાહેર કરીને જાહેરાત કરે તેવા વિસ્તાર દરમ્યાન ની અંદર અને તેવી મુદત (જેને આમા હવે પછી રજાની મુદત કહી છે) તે વષૅ તથા તે વિસ્તારનુ ઉત્પન્ન હોય એવા મહુડાના કોઇ જથ્થાનો સંગ્રહ કરવા હેરફેર કરવા વેચવા ખરીદવા કબ્જે રાખવા અંગે કોઇ પરવાનો પરમીટ કે પાસની જરૂરિયાત રહેશે નહીં. જથ્થાનો સંગ્રહ કરવા હેરફેર કરવા વેચવા ખરીદવા કબ્જે રાખવા અંગે કોઇ પરવાનો પરમીટ કે પાસની જરૂરિયાત રહેશે નહીં. તદ ઉપરાંત રાજય સરકાર રાજપત્રમાં જાહેરનામાથી જાહેર કરીને બીજા અન્ય રીતે ફરમાન કરે તે સિવાય જે વિસ્તારમાં રજાની મુદત ન હોય કે જેની રજા અંગેની મુદત હેરફેર થતી હોય તે સમયે પૂરી થઇ ગયેલ હોય તે વિસ્તારમાં રહીને મહુડાના કોઇ જથ્થાની રેલમાગૅથી હેરાફેરી કરવા અંગે કોઇ પરવાનો પરમીટ કે પાસની જરૂરિયાત રહેશે નહિ પણ હેરાફેરી દરમ્યાન ઉતારવા જોઇશે નહિ
(એ) આ મહુડા અને
(બી) આ મહુડા યોગ્ય પ્રસંગ જે સમયે રવાનગી કરવામાં આવે કે પહોચે તે કરવામાં આવ્યા હોય કે જે સ્થળે તે પહોચ્યા હોય તે સ્થળે તે સમયે ટકાની મુદત હોવી જોઇશે (સી) રદ કરેલ છે.
Copyright©2023 - HelpLaw