કાકવીના નિકાસ આયાત વિગેરેના નિયંત્રણ અંગે - કલમઃ ૬૧

કાકવીના નિકાસ આયાત વિગેરેના નિયંત્રણ અંગે

આ કાયદા મુજબ

(૧) આ કલમની પેટા કલમ (૨) તથા (૩) માં સિવાય નકકી કર્યું ન હોય તો કોઇ વ્યકિતએ કાકવીના કોઇ જથ્થાની નિકાસ આયાત હેરાફેરી વેચાણ કે કબ્જે રાખવી નહિ

(૨) રાજય સરકાર કાકવીની હેરાફેરી અંગે પરમીટ આપવા અંગે કોઇ કલેકટર કે બીજા અન્ય અધિકારીને અધિકાર આપી શકશે

(૩) રાજય સરકાર કલેકટર કે કોઇ અધિકારીને કાકવીની હેરફેર કરવા માટે પણ લાઈસન્સ આપવા અધિકૃત કરી શકશે