નશાયુકત પદાથૅ કે ભાંગ-ગાંજાની ગેરકાયદેસર રીતે આયાત નિકાસ વિગેરે કરવા બદલ શિક્ષા અંગે - કલમ:૬૫

નશાયુકત પદાથૅ કે ભાંગ-ગાંજાની ગેરકાયદેસર રીતે આયાત નિકાસ વિગેરે કરવા બદલ શિક્ષા અંગે

આ કાયદા મુજબ જે કોઇ વ્યકિત આ કાયદાની જોગવાઇઓ કે તે મુજબ નકકી કરેલ કોઇ નિયમ વિનિમય કે આદેશનુ કે તે અનુસાર આપેલા કોઇ પરવાના પાસ પરમિટ કે અધિકારપત્રનુ ભંગ કરવાથી

(એ) કોઇ નશાયુકત પદાથૅ (અફીણ સિવાય) કે ભાંગગાંજાની આયાત નિકાસ કરે તો (બી) કોઇ નશાયુકત પદાથૅ (અફીલ સિવાય)નો બનાવે તો (સી) કોઇ દારૂ ગાળવા માટેની ભઠ્ઠી કે ફડ બાંધે કે ચલાવે તો

(ડી) દારૂને શીશામાં ભરે તો (ઇ) નશાયુકત પદાથૅ (અફીણ સિવાય) કે ભાંગ/ગાંજો પોતાના કબજામાં રાખે હેરફેર કરે વેચે કે ખરીદે અથવા (એફ) નશાયુકત પદાથૅ (અફીણ સિવાય) બનાવવા માટે કોઇ વસ્તુઓ દારુ માટેની ભઠ્ઠી પાત્રો સાધનો હથિયારો વિગેરે વાપરે રાખે કે કબજામાં રાખે તો ભાંગ ગાંજાની ખેતી કરે કે સંગ્ર કરે તો

(જી) તેવી વ્યકિતનો ગુનો પુરવાર થયેથી પ્રત્યેક ગુના સબબ દસ વષૅ સુધીની કેદની અને પાંચ લાખ સુધીનો દંડની શિક્ષાપાત્ર બનશે જોગવાઇ કરવામાં આવી છે કે જો કોટૅના ફેંસલામાં જણાવવા જોઇએ તેવા વિરૂધ્ધમાં ખાસ અને પુરતા કારણે ન હોય તો

(૧) પ્રથમ ગુના માટે બે વષૅથી ઓછી નહિ તેટલી કેદ અને

એક લાખથી ઓછુ નહિ તેટલો દંડ (૨) બીજા ગુના માટે ત્રણ વર્ષથી ઓછી નહિ તેટલી કેદ અને બે લાખથી ઓછુ નહિ તેટલો દંડ (૩) ત્રીજા ગુના અને ત્યાર બાદના ગુના માટે સાત વષૅથી ઓછી નહિ તેટલી કેદ અને પાંચ લાખથી ઓછુ નહિ તેટલો દંડ

નોંધઃ- સન ૨૦૧૬ના અધિનિયમ ક્રમાંક ૭ મુજબ કલમ ૬૫માં (ખંડ-ઇ) માં વેચે અથવા ખરીદે એ શબ્દોને બદલે પોતાના કબજામાં રાખે હેરફેર કરે વેચે કે ખરીદે ઉમેરવામાં આવેલ છે અમલ તા-૧૯-૧૨-૨૦૧૬