દારૂના ઉપયોગ કે ઉપભોગ કરવા અંગે - કલમ:૬૬-એ

દારૂના ઉપયોગ કે ઉપભોગ કરવા અંગે

જે કોઇ વ્યકિત આ અધિનિયમની જોગવાઇઓ અથવા તે હેઠળ કોઇ નિયમ વિનિયમ અથવા હુકમ અથવા આ અધિનિયમની રૂએ અથવા તે હેઠળ આપેલા કોઇ લાઇસન્સ પાસ પરમિટ અથવા અધિકારાપત્રનુ ઉલ્લંઘન કરીને અફીણ આયાત કરે નિકાસ કરે હેરફેર કરે ઉપયોગ કરે કબ્જામાં રાખે વેચે અથવા ખરીદે તેને દોષિત ઠયૅથી આવા દરેક ગુના માટે ત્રણ વષૅની મુદત સુધીની કેદની અને દંડની પણ શિક્ષા થશે.

પરંતુ જોગવાઇ કરવામાં આવી છે કે જો કોટૅના ફેસલામાં જણાવવા જોઇએ તેવા વિરૂધ્ધમાં ખાસ અને પૂરતા કારણો ન હોય તો

(૧) પ્રથમ ગુના માટે આવી કેદ છ મહિના કરતા ઓછી હોવી જોઇએ નહિ અને દંડ પાંચસો રૂપિયા કરતા ઓછો હોવો જોઇએ નહિ.

(૨) બીજા ગુના માટે આવી કેદ નવ મહિના કરતા ઓછી હોવી જોઇએ નહિ અને દંડ એક હજાર રૂપિયા કરતા ઓછો હોવો જોઇએ નહિ.

(૩) ત્રીજા અથવા ત્યાર પછીના ગુના માટે આવી કેદ એક વષૅ કરતા ઓછી હોવી જોઇએ નહિ અને દંડ એક હજાર કરતા ઓછો હોવો જોઇએ નહિ. વિવરણ

કલમ ૬૬ (૧) (બી) ચરસનો ઉપયોગ પોતાની અંગત જાત માટે હોય તે આરોપી દ્રારા પુરવાર થવુ જોઇએ.